IPL Flashback CSK vs KKR : આઈપીએલ 2024ની 22મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 8 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. કોલકાતાની ટીમ આ સિઝનમાં ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે ચેન્નાઇની ટીમનો 4 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં કોલકાતા અને ચેન્નાઇ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ચેન્નાઇનો દબદબો જોવા મળે છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નાઇ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 29 મુકાબલા થયા છે. જેમાંથી 18 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે જ્યારે 10 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નાઇનો હાઈએસ્ટ સ્કોર 235 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 202 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. એક મેચમાં ચેન્નાઇનો અને એક મેચમાં કોલકાતાનો વિજય થયો છે.
હોમગ્રાઉન્ડમાં ચેન્નાઇ અને કોલકાતાનો રેકોર્ડ
ચેન્નાઇ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 10 મેચ રમાઇ છે. જેમાં 7 મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે અને 3 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બીજી તરફ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 9 મેચ રમાઇ છે. જેમાં કોલકાતાનો 4 મેચમાં વિજય થયો છે અને ચેન્નાઇનો 5 મેચમાં વિજય થયો છે.
આ પણ વાંચો – ઓરેન્જ કેપ વિરાટ કોહલી પાસે, કોણ છે આઈપીએલ 2024 રન મશીન, જાણો લેટેસ્ટ અપડેટ
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, શિવમ દુબે, ડેરીલ મિશેલ, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી/ઠાકર.
કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ફિલ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી/નીતીશ રાણા, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા/વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.





