IPL 2024 CSK vs LSG Live Cricket Score 39th Match Highlights: આઈપીએલ 2024 સીઝનમાં 39મી મેચમાં 23 એપ્રિલ, મંગળવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (સીએસકે) અને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) વચ્ચે મેચ છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક સ્ટેડિયમ)માં સીએસકે એલએસજી મેચ જીતવા મેદાનમાં ઉતર્યા છે. સીએસકે આ આઈપીએલમાં લખનઉ સામે તેની અગાઉની મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં, સીએસકે હોમગ્રાઉન્ડ પર હરીફ ટીમ સામે જુનો હિસાબ બરાબર કરવાનો પ્રયાસ કરશે.
ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે જીતવું અઘરું કામ છે, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ માટે પણ તે અશક્ય નથી. કેએલ રાહુલે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. ચોક્કસપણે, તે ચેન્નઈ સામેની મેચમાં તેના ફોર્મનું પુનરાવર્તન કરવા માંગશે.





