CSK vs RCB Head To Head Records : આઈપીએલમાં આરસીબી અને સીએસકે વચ્ચે 30 મુકાબલા થયા છે, જાણો કોનો છે દબદબો

CSK vs RCB Head To Head Records : આઈપીએલ 2024, ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરશે

CSK vs RCB Head To Head Records : આઈપીએલ 2024, ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Chennai Super Kings vs Royal Challengers Bangalore Head To Head Stats, CSK vs RCB Head To Head, ipl 2024

CSK vs RCB Stats & Records in IPL: આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને એમએસ ધોની (તસવીર - આરસીબી ટ્વિટર)

IPL Flashback CSK vs RCB: આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ ઓપનિંગ મેચમાં જીત મેળવીને સિઝનની શાનદાર શરૂઆત કરવાનો પ્રયત્ન કરશે. આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ચેન્નઇનું પલડું ભારે છે.

Advertisment

આરસીબી અને સીએસકે હેડ ટુ હેડ

આઈપીએલમાં સીએસકે અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 30 મેચો રમાઇ છે. જેમાં 20 મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 10 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું.

ચેન્નઇમાં આરસીસી અને સીએસકેનો રેકોર્ડ

ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો ચેન્નઇ સુપર કિંગ્સનો દબદબો છે. ચેન્નઇમાં આરસીબી અને સીએસકે વચ્ચે આઠ મેચો રમાઇ છે. જેમાં સાત મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. જ્યારે ફક્ત એક મેચમાં આરસીબી જીતવા સફળ રહ્યું છે. એક મેચ પણ પ્રથમ સિઝન એટલે કે 2008માં જીત હતી. આ પછી આરસીબીએ ચેન્નઇમાં જીતનો સ્વાદ ચાખ્યો નથી.

બીજી તરફ આરસીબીના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમ એમ ચિન્નાસ્વામીની વાત કરવામાં આવે તો ચેન્નઇ અને બેંગલોર વચ્ચે કુલ 10 મેચ રમાઇ છે. જેમાં સીએસકેનો 5 મેચમાં અને આરસીબીનો 4 મેચમાં વિજય થયો છે. બન્ને વચ્ચે એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. છેલ્લી મેચમાં સીએસકેનો વિજય થયો હતો.

Advertisment

આ પણ વાંચો - આઈપીએલ 2024ના રસપ્રદ નિયમો જાણો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગ થતા નથી

રુતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સનો નવો કેપ્ટન

ચેન્નઈ સુપર કિંગ્સ આ વખતે નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે મેદાનમાં ઉતરશે. મહેન્દ્રસિંહ ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે જ ચેન્નઈ તરફથી રમશે. આરસીબીની વાત કરીએ તો ફરી એકવાર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ પર મહત્વની જવાબદારી રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર chennai super kings Mahendra Singh Dhoni IPL Virat Kohli સ્પોર્ટ્સ