ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા

IPL 2024, CSK vs RCB : વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરની 377મી મેચમાં 12 હજાર રન બનાવ્યા છે અને આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

Written by Ashish Goyal
March 22, 2024 22:57 IST
ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા
કોહલીએ 360 ટી-20 ઈનિંગ્સમાં 12,000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી (BCCI)

IPL 2024, CSK vs RCB : આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ 2024ની પહેલી મેચમાં 6 રન બનાવતા જ ઈતિહાસ રચી દીધો હતો. વિરાટ કોહલી 6 રન બનાવતા જ ભારત તરફથી ટી20 ક્રિકેટમાં 12 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. કોહલી પહેલા ભારતનો બીજો કોઈ બેટ્સમેન આ રનના આંકડા સુધી પહોંચી શક્યો નથી.

વિરાટ કોહલીએ પૂરા કર્યા 12 હજાર રન

વિરાટ કોહલીએ પોતાના ક્રિકેટ કરિયરની 377મી મેચમાં 12 હજાર રન બનાવ્યા છે અને આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી હાલમાં ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો વિરાટ કોહલી પહેલા 5 ક્રિકેટર એવા છે જેમણે ટી-20માં 12 હજાર કે તેથી વધુ રન બનાવ્યા છે. કોહલી પહેલા ક્રિસ ગેલ, શોએબ મલિક, કિરોન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નર આવી કમાલ કરી ચૂક્યા છે. હવે વિરાટ કોહલી રનના આ આંકડાને સ્પર્શનારો છઠ્ઠો બેટ્સમેન બન્યો અને આ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો.

ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ

  • ક્રિસ ગેલ – 14,562 રન
  • શોએબ મલિક – 13,360 રન
  • કિરોન પોલાર્ડ – 12,900 રન
  • એલેક્સ હેલ્સ – 12,319 રન
  • ડેવિડ વોર્નર – 12,065 રન
  • વિરાટ કોહલી – 12,015 રન

આ પણ વાંચો – આઈપીએલ 2024ના રસપ્રદ નિયમો જાણો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગ થતા નથી

કોહલીએ તોડ્યો વોર્નરનો રેકોર્ડ

કોહલીએ 360 ટી-20 ઈનિંગ્સમાં 12,000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી છે. આ સાથે તેણે ડેવિડ વોર્નરને પાછળ રાખી દીધો છે. વોર્નરે 368 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ક્રિસ ગેલ આ મામલે નંબર વન પર છે. તેણે 343 ઇનિંગ્સમાં 12,000 રન પૂરા કર્યા હતા.

ટી-20માં સૌથી ઝડપી 12000 રન બનાવનાર પ્લેયર

  • 343 ઇનિંગ્સ – ક્રિસ ગેલ
  • 360 ઇનિંગ્સ – વિરાટ કોહલી
  • 368 ઇનિંગ્સ – ડેવિડ વોર્નર
  • 432 ઇનિંગ્સ – એલેક્સ હેલ્સ

કોહલીએ સીએસકે સામે 1000 રન પૂરા કર્યા

સીએસકે સામે વિરાટ કોહલીએ 15 રન બનાવતાની સાથે જ આ ટીમ સામે 1000 રન પુરા કર્યા હતા. સીએસકે સામે 1000 રન બનાવનાર વિરાટ કોહલી આરસીબી તરફથી પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ ટીમ સામે વિરાટ કોહલી પહેલા શિખર ધવને આઈપીએલમાં 1000 રન બનાવ્યા છે.

આઈપીએલમાં સીએસકે સામે સૌથી વધુ રન બનાવનારા ટોપ 3 બેટ્સમેન

  • શિખર ધવન – 1057 રન
  • વિરાટ કોહલી – 1006 રન
  • રોહિત શર્મા – 791 રન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ