/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/CSK-vs-SRH-head-to-head.jpg)
CSK vs SRH : આઈપીએલ 2024ની 18મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
IPL Flashback CSK vs SRH : આઈપીએલ 2024ની 18મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 5 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ચેન્નઇની ટીમ આ સિઝનમાં ત્રણ મેચ રમી છે અને 2 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની ટીમનો ત્રણ મેચમાંથી એકમાં વિજય થયો છે અને બે મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો સીએસકેનું પલડું ભારે જોવા મળે છે.
ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં ચેન્નઇ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 19 મુકાબલા થયા છે. જેમાં 14 મેચમાં ચેન્નઇનો વિજય થયો છે. જ્યારે 5 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ચેન્નઇનો હાઈએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 132 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 192 અને લોએસ્ટ સ્કોર 134 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં ચેન્નઇનો વિજય થયો હતો.
આ પણ વાંચો - આઈપીએલ 2024 : કોણ છે અંગક્રિષ રઘુવંશી, દિલ્હી સામે આક્રમક અડધી સદી ફટકારી આવ્યો છે ચર્ચામાં
હોમગ્રાઉન્ડમાં સીએસકે અને હૈદરાબાદનો રેકોર્ડ
ચેન્નઇ સુપર કિંગ્સના હોમગ્રાઉન્ડ એમ એ ચિદમ્બર સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 4 મેચો રમાઇ છે અને ચારેય મેચમાં સીએસકેનો વિજય થયો છે. બીજી તરફ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 4 મેચ રમાઇ છે. જેમાં 2 મેચમાં સીએસકેનો અને 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.
હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 9 મેચમાં સીએસકેનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us