IPL Flashback DC vs KKR : આઈપીએલ 2024ની 16મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 3 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે વિશાખાપટ્ટનમમાં રમાશે. કેકેઆરની ટીમ આ સિઝનમાં બે મેચ રમી છે અને બન્ને મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીની ટીમનો ત્રણ મેચમાંથી એકમાં વિજય થયો છે અને બે મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં દિલ્હી અને કેકેઆર વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. જ્યારે 16 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી, બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 228 અને લોએસ્ટ સ્કોર 98 રન છે. જ્યારે કેકેઆરનો હાઇએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 97 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં દિલ્હીનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024 : અમદાવાદ અને કોલકાતામાં રમાનાર એક-એક મેચની તારીખ બદલાઈ, જાણો કેમ
હોમગ્રાઉન્ડમાં કેકેઆર અને દિલ્હીનો રેકોર્ડ
કેકેઆરના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે અને જેમાં 6 મેચમાં કેકેઆરનો વિજય થયો છે. જ્યારે 2 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બીજી તરફ દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં કેકેઆરનો અને 5 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 13 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં કેકેઆરનો વિજય થયો છે. જ્યારે 8 મેચમાં દિલ્હીનો વિજય થયો છે.





