DC vs LSG Head To Head Records : આઈપીએલમાં દિલ્હી વિ.લખનૌ વચ્ચે મુકાબલો, કઈ ટીમ છે મજબૂત

DC vs LSG Head To Head Records : લખનૌ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 13 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે

DC vs LSG Head To Head Records : લખનૌ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 13 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
DC vs LSG Head To Head Records, DC vs LSG, IPL 2024

IPL 2024, LSG vs DC : આઈપીએલ 2024ની 64મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback LSG vs DC : આઈપીએલ 2024ની 64મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 14 મે ના રોજ સાંજે 7.30 કલાકે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. લખનૌ આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમનો 13 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં દિલ્હી અને લખનૌ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનૌનો દબદબો જોવા મળે છે.

Advertisment

લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનૌ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનૌનો વિજય થયો છે. જ્યારે એક મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં દિલ્હીનો હાઈએસ્ટ સ્કોર 189 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે લખનૌનો હાઇએસ્ટ સ્કોર 195 અને લોએસ્ટ સ્કોર 167 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે દિલ્હીનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024 : પ્લેઓફની રેસ બની રસપ્રદ, જાણો કઇ ટીમને છે કેટલી તક, આવું છે સમીકરણ

હોમગ્રાઉન્ડમાં લખનઉ અને દિલ્હીનો રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને એકપણ મેચ રમ્યા નથી. બીજી તરફ લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચ રમાઇ છે અને તેમાં એક મેચમાં લખનઉ અને એક મેચમાં દિલ્હી વિજય થયો છે.

Advertisment

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો લખનઉ અને દિલ્હી વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો છે.

લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ Rishabh pant IPL સ્પોર્ટ્સ