IPL Flashback RR vs DC : આઈપીએલ 2024ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 7 મે ના રોજ સાંજે 7.30 કલાકે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં 10 મેચમાંથી 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. જ્યારે દિલ્હી કેપિટલ્સનો 11 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 6 માં પરાજય થયો છે. આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું પલડું સહેજ ભારે છે.
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 115 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 60 રન છે. આઈપીએલ 2024માં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે રાજસ્થાન રોયલ્સનો 12 રને વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, લખનઉ 137 રનમાં ઓલઆઉટ, કોલકાતાનો ધમાકેદાર વિજય
હોમગ્રાઉન્ડમાં રાજસ્થાન અને દિલ્હીનો રેકોર્ડ
જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું પલડું ભારે જોવા મળે છે. જયપુરમાં રાજસ્થાન અને દિલ્હી વચ્ચે 7 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે અને 2 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં દિલ્હીનો અને 3 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 13 મુકાબલા થયા છે. જેમાં રાજસ્થાનનો 7 મેચમાં વિજય થયો છે. જ્યારે દિલ્હીનો 6 મેચમાં વિજય થયો છે.





