IPL Flashback GT vs DC : આઈપીએલ 2024ની 32મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સનો 6 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચો રમાઇ છે. જેમાં 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે અને 1 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 171 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 162 અને લોએસ્ટ સ્કોર 157 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1માં વિજય થયો હતો.
આ પણ વાંચો – ટી-20 વર્લ્ડ કપ 2024 : હાર્દિક પંડ્યા પર લટકતી તલવાર, આ શરતે જ રમી શકશે વર્લ્ડ કપ
હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને દિલ્હીનો રેકોર્ડ
ગુજરાત ટાઇટન્સના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે, જેમાંદિલ્હીનો વિજય થયો છે. બીજી તરફ દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે, જેમાં ગુજરાતનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો ગુજરાત અને દિલ્હી વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં ગુજરાતનો વિજય થયો છે.





