GT vs RCB IPL 2024 Match Pitch Report Weather: ગુજરાત ટાઇટન્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ મેચનો પીચ રિપોર્ટ, જાણો અમદાવાદમાં કેવું રહેશે હવામાન

GT vs RCB IPL 2024 Match Ahmedabad Modi Stadium Pitch Report And Weather Forecast Today Match In Gujarati: આઈપીએલ 2024 સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું વચ્ચે 3 મેચ થઇ છે, જેમા જીટી ટીમે 2 મેચ જીત છે. હવે પ્લેઓફની રેસમાં ટકી રહેવા આરસીબી માટે દરેક મેચ જીતવી જરૂરી છે.

Written by Ajay Saroya
April 28, 2024 11:13 IST
GT vs RCB IPL 2024 Match Pitch Report Weather:  ગુજરાત ટાઇટન્સ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ મેચનો પીચ રિપોર્ટ, જાણો અમદાવાદમાં કેવું રહેશે હવામાન
GT vs RCB IPL 2024 Match : જીટી ટીમના કેપ્ટન શુભમન ગીલ અને આરસીબી ટીમના કેપ્ટન ફાફ ટુ પ્લેસિસ (Photo - IPL)

GT vs RCB IPL 2024 Narendra Modi Stadium Stadium Pitch Report And Weather Forecast Today Match In Gujarati: આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024)ની 45મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ (જીટી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ 9માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે. બેંગલુરુની ટીમ 9માંથી 2 મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા આરસીબી માટે દરેક મેચ જીતવી જરૂરી છે.

ગુજરાત – બેંગાલુરુ પીચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો શુબમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સની ટીમ છેલ્લી મેચમાં ખરાબ રીતે હારી ગઈ હતી. ટીમ દિલ્હી કેપિટલ્સ સામે 89 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ આ સ્કોરને 9 ઓવરમાં ચેઝ કર્યો હતો. ગુજરાતને આ પ્રકારની પીચ જોઈતી નથી. અમદાવાદમાં રમાયેલી પાછલી બપોરની મેચમાં ગુજરાતના બોલરોએ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે 162 રન સુધી સિમિત રાખ્યું હતુ. યજમાન ટીમે આ લક્ષ્યને પાંચ બોલ થી હાંસલ કરી લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ – રોયલ ચેલેન્જરસ બેંગાલુરુ વેધર રિપોર્ટ

અમદાવાદના વાતાવરણની વાત કરીએ તો, ખેલાડીઓ આકરા તડકામાં રમતા જોવા મળશે. મેચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ભેજનું પ્રમાણ 17 ટકાની આસપાસ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. એટલે કે દર્શકોને આખી મેચ જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વખત બંને ટીમ એકબીજા સામે રમશે.

આ પણ વાંચો | જોની બેયરસ્ટોની સદી, પંજાબે ટી 20 ક્રિકેટમાં સૌથી મોટા રનચેઝનો રેકોર્ડ બનાવ્યો

ગુજરાત ટાયટન્સ – બેંગલુરુ રોયલ હેડ ટુ હેડ રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સ અને બેંગલુરુ રોયલ ટીમ વચ્ચે આઈપીએલ માં 3 મેચ થઈ છે. ગુજરાતનો હાથ ઉપર છે. જીટી 2 મેચ જીતી છે તો બેંગ્લોર 1 મેચ જીતી શકી છે. બંને ટીમો આ આઈપીએલ 2024 સિઝનમાં પહેલી વાર આમને-સામને ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ને છેલ્લી મેચમાં દિલ્હી સામે 4 રને હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી પરાજય આપ્યો હતો. આ સિઝનમાં તેની આ બીજી જીત હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ