GT vs RR Head To Head Records : આઈપીએલમાં ગુજરાત વિ. રાજસ્થાન રેકોર્ડ્સ, કોનો છે દબદબો

GT vs RR Head To Head : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે અને ચારેય મેચમાં વિજય મેળવ્યો છે. એટલે કે એકપણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમનો 5 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે

GT vs RR Head To Head : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે અને ચારેય મેચમાં વિજય મેળવ્યો છે. એટલે કે એકપણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમનો 5 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs RR head to head, GT vs RR, IPL 2024, આઈપીએલ 2024

GT vs RR : આઈપીએલ 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback GT vs RR : આઈપીએલ 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 10 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે જયપુરના સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં ચાર મેચ રમ્યું છે અને ચારેય મેચમાં વિજય મેળવ્યો છે. એટલે કે એકપણ મેચ ગુમાવી નથી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમનો 5 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 3 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો ગુજરાતનો દબદબો જોવા મળે છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 4 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 1 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 192 અને લોએસ્ટ સ્કોર 177 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 188 અને લોએસ્ટ સ્કોર 118 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે બે મેચ રમાઇ હતી અને બન્નેનો એક-એક મેચમાં વિજય થયો છે.

આ પણ વાંચો - ઇમરજન્સી રજા લઇને મહિલા ઓફિસથી આઈપીએલ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી, બોસે લાઇવ ટીવી પર પકડી ચોરી

હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને રાજસ્થાનનો રેકોર્ડ

રાજસ્થાન રોયલ્સના હોમગ્રાઉન્ડ સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં ગુજરાતનો વિજય થયો છે. બીજી તરફ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્નેનો 1-1 મેચમાં વિજય થયો છે. તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાન વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો છે.

Advertisment

GT vs RR : સવાઈ માનસિંહ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ બોલિંગ માટે યોગ્ય માનવામાં આવે છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની બાઉન્ડ્રી ઘણી લાંબી છે. આ બે ખાસ કારણોને લીધે, અહીં ટોસ જીતનારી ટીમ ઘણીવાર બોલિંગ પસંદ કરે છે, જેથી તેના ઝડપી બોલરો અનુકૂળ પરિસ્થિતિઓનો લાભ લઈ શકે. મોટી બાઉન્ડ્રીના કારણે આ મેદાન પર સ્પિનરોની ભૂમિકા પણ ઘણી મહત્વની બની જાય છે.

સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલરોએ અત્યાર સુધીમાં 357 વિકેટ ઝડપી છે. જ્યારે સ્પિનરોએ 182 વિકેટ ઝડપી છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 161 રન છે. આ મેદાન પર રમાયેલી 54 મેચમાંથી રાજસ્થાન રોયલ્સે 39માં જીત મેળવી છે.

રાજસ્થાન રોયલ્સ ગુજરાત ટાઇટન્સ shubman gill IPL સ્પોર્ટ્સ