આઈપીએલ 2024 : હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન

Gujarat Titans : હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઇજાને કારણે આઈપીએલ 2024માંથી બહાર થઇ ગયો છે

Written by Ashish Goyal
Updated : March 14, 2024 17:47 IST
આઈપીએલ 2024 : હાર્દિક અને શમી વગર ગિલ માટે ટીમ પસંદગી આસાન નહીં રહે, જુઓ ગુજરાત ટાઇટન્સની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન
IPL 2024 : ગુજરાત ટાઇટન્સ 24 માર્ચે મુંબઈ સામે અમદાવાદમાં મેચ રમી અભિયાનનો પ્રારંભ કરશે (તસવીર - @gujarat_titans)

IPL 2024, Gujarat Titans : ગુજરાત ટાઇટન્સની ટીમને ધ્યાનથી જોવામાં આવે તો આ ટીમમાં એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા મોટા નામો નથી, પરંતુ આ ટીમે છેલ્લી બે સિઝનમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે આશ્ચર્યજનક છે. ગુજરાત ટાઇટન્સની એન્ટ્રી વર્ષ 2022માં આઇપીએલમાં કરવામાં આવી હતી અને હાર્દિક પંડ્યાને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને આશ્ચર્યજનક વાત એ છે કે હાર્દિકે મોટા મોટા દિગ્ગજ કેપ્ટનોને પાછળ છોડીને પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી.

આ પછી વર્ષ 2023માં ટીમ રનર-અપ હતી. પરંતુ 2024ની સિઝન પહેલા આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા અલગ થઈ ગયો અને તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને તે ટીમનો કેપ્ટન પણ બન્યો છે.

હાર્દિકના ગયા બાદ આ ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો

હાર્દિકના ગયા બાદ આ ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલને જવાબદારી સોંપી હતી. ગિલ વર્ષ 2022માં જ આ ટીમ સાથે જોડાયેલો હતો, પરંતુ હવે આઈપીએલ 2024માં તે પહેલીવાર આ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ગિલ પર હવે આ ટીમના છેલ્લા બે સફળ દેખાવને આગળ ધપાવવાની મોટી જવાબદારી રહેશે. ગિલ પર સૌથી મોટું દબાણ એ રહેશે કે શું તે આ ટીમ તરફથી હાર્દિક પંડ્યાની જેમ જ પ્રદર્શન કરી શકશે.

એટલું જ નહીં તેના માટે યોગ્ય પ્લેઇંગ ઇલેવનની પસંદગી સૌથી મહત્વની બની રહેશે કારણ કે હાર્દિક હવે આ ટીમ સાથે નથી. એટલું જ નહીં ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું બહાર થવું પણ ટીમ માટે મોટો ઝટકો છે.

આ બની શકે છે ગુજરાતની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન

ગુજરાત માટે રિદ્ધિમાન સાહા ફરી એકવાર શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. જ્યારે ત્રીજા નંબર પર સાઇ સુદર્શનને બેટિંગ કરતો જોવા મળી શકે છે. તે શ્રેષ્ઠ સ્પિન બોલર પણ છે અને તેણે રણજી ટ્રોફી 2024માં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ચોથા નંબર પર વિજય શંકર જોવા મળી શકે છે જ્યારે ડેવિડ મિલર પાંચમાં નંબર પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો – આઈપીએલ 2024 : ઋષભ પંતની વાપસી પર દિલ્હી કેપિટલ્સે શેર કર્યો Video, કરી દેશે ભાવુક

છઠ્ઠા ક્રમે ગુજરાતની ટીમ અઝમાતુલ્લાહ ઉમરજઈ કે કેન વિલિયમ્સનમાંથી કોઈ એકને અજમાવી શકે છે. જ્યારે લોઅર ઓર્ડરમાં શાહરૂખ ખાન આવી શકે છે, તે આક્રમક બેટિંગ માટે જાણીતો છે અને તે બોલિંગ પણ કરે છે. બોલિંગની વાત કરીએ તો તેમાં રાશિદ ખાન, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, કાર્તિક ત્યાગી, ઉમેશ યાદવ જોવા મળી શકે છે. જોકે શમી તે ટીમની સાથે નહીં હોય, તે ઈજાના કારણે આ સિઝનમાંથી બહાર થઇ ગયો છે.

આઇપીએલ 2024 માટે ગુજરાત ટાઇટન્સની સંભવિત બેસ્ટ પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લાહ ઉમરજઈ/કેન વિલિયમ્સન, શાહરૂખ ખાન, રાશિદ ખાન, નૂર અહમદ, સ્પેન્સર જોન્સન, કાર્તિક ત્યાગી, ઉમેશ યાદવ.

આઈપીએલ 2024 માટે ગુજરાતની ટીમ

વિકેટકીપર્સ: મેથ્યુ વેડ (ઓસ્ટ્રેલિયા), રિદ્ધિમાન સાહા, રોબિન મિન્ઝ.

બેટ્સમેન: શુભમન ગિલ, ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા), અભિનવ મનોહર, કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), સાઇ સુદર્શન.

ઓલરાઉન્ડર્સ : રાશિદ ખાન (અફઘાનિસ્તાન), રાહુલ તેવટિયા, જયંત યાદવ, વિજય શંકર, અઝમાતુલ્લાહ ઉમરજઈ (અફઘાનિસ્તાન), દર્શન નાલકંડે, શાહરૂખ ખાન.

બોલરો : ઉમેશ યાદવ, જોશ લિટિલ (આયર્લેન્ડ), આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહમદ (અફઘાનિસ્તાન), સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન (ઓસ્ટ્રેલિયા).

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ