/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Hardik-Pandya-2.jpg)
મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો (PHOTO: MI)
Hardik Pandya : મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સે સોમવારે હાર્દિક પંડ્યાના ટ્રેડની પુષ્ટિ કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાં તે મુંબઈ ફ્રેન્ચાઈઝીમાં રમતો જોવા મળશે. હાર્દિક 2015થી 2021ની વચ્ચે મુંબઈનો ભાગ હતો. આ દરમિયાન ટીમે ચાર વખત ચેમ્પિયન બની હતી. તે 2022માં ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. પ્રથમ સિઝનમાં ટીમ ચેમ્પિયન બની હતી. બીજી સિઝનમાં રનર્સ અપ બની હતી. આમ શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતા ટીમે તેને મુંબઈ ઈન્ડિયન્સ જવાની મંજૂરી આપી હતી.
ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ આ પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હાર્દિક ઈચ્છે છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ પરત ફરે. ફ્રેન્ચાઇઝી તેના નિર્ણયનું સન્માન કરે છે. ઇન્ડિયન એક્સપ્રેસે રવિવારે અહેવાલ આપ્યો હતો કે હાર્દિક સાથે જોડાવા માટે મુંબઇ ઇન્ડિયન્સે તેની 15 કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ટાઇટન્સે 15 કરોડમાં હાર્દિકને ખરીદ્યો હતો.
આ પણ વાંચો - હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં પહોંચ્યો, ધોની CSK ની કેપ્ટનશિપ કરશે
હાર્દિક પંડ્યાએ કેમ છોડ્યો ગુજરાત ટાઇટન્સનો સાથ?
મુંબઈ ઈન્ડિયન્સે કેમરુન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં ટ્રાન્સફર કર્યો હતો. બંને ટીમોએ સોમવારે બપોરે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને હાર્દિકના ટ્રેડની પુષ્ટિ કરી હતી. ટાઇટન્સના નિવેદનમાં તેમના કેપ્ટનને જવા દેવા પાછળનું કારણ સમજાવ્યું હતું. વિક્રમ સોલંકીએ કહ્યું કે ગુજરાત ટાઇટન્સના પ્રથમ કેપ્ટન તરીકે, હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીને બે શાનદાર સિઝન આપવામાં મદદ કરી છે. આના પરિણામે આઇપીએલ ચેમ્પિયનશિપ જીતી અને એક વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેણે પોતાની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેના નિર્ણયનો આદર કરીએ છીએ અને તેના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
This brings back so many wonderful memories. Mumbai. Wankhede. Paltan. Feels good to be back. 💙 #OneFamily@mipaltanpic.twitter.com/o4zTC5EPAC
— hardik pandya (@hardikpandya7) November 27, 2023
હાર્દિક પંડ્યાની વાપસી પર મુંબઈનું નિવેદન
હાર્દિક પંડ્યાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી પર નીતા અંબાણીએ કહ્યું કે અમે હાર્દિકની ઘર વાપસી પર સ્વાગત કરતા રોમાંચિત છીએ! આ અમારા મુંબઇ ઇન્ડિયન્સ પરિવાર સાથે હાર્દિકનું પુન:જોડાણ છે! મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડી બનવાથી લઈને હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર બનવા સુધી હાર્દિકે લાંબી સફર કાપી છે. અમે તેના અને મુંબઈ ઈન્ડિયન્સ સાથેના ભવિષ્યને લઈને ઉત્સાહિત છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us