/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/GT-vs-CSK-Head-To-Head-Records.jpg)
IPL 2024, CSK vs GT : આઈપીએલ 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)
IPL Flashback CSK vs GT : આઈપીએલ 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 10 મે ના રોજ સાંજે 7.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સે આ સિઝનમાં 11 મેચમાંથી 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. જ્યારે ગુજરાત ટાઇટન્સનો 11 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે બન્નેનું પલડું સરખું છે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે હેડ ટુ હેડ
આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 6 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 137 રન છે. જ્યારે ચેન્નાઇનો હાઇએસ્ટ સ્કોર 206 અને લોએસ્ટ સ્કોર 133 રન છે. આઈપીએલ 2024ના પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા હતા ત્યારે ચેન્નાઇનો વિજય થયો હતો.
આ પણ વાંચો - કોણ છે મેદાન પર કેએલ રાહુલ પર ગુસ્સે થનાર સંજીવ ગોએન્કા? ધોની સાથે પણ કરી ચૂક્યા છે ખરાબ વ્યવહાર
હોમગ્રાઉન્ડમાં સીએસકે અને ગુજરાતનો રેકોર્ડ
ચેન્નાઇના હોમગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર ગુજરાત અને સીએસકે વચ્ચે 2 મેચ રમાઇ છે. બન્ને મેચમાં સીએસકેનો વિજય થયો છે. બીજી તરફ ગુજરાતના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે. એક મેચમાં ગુજરાતનો અને એક મેચમાં ચેન્નાઇનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે અને બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us