GT vs KKR Head To Head Records : આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો, કોનું પલડું છે ભારે

GT vs KKR Head To Head Records : ગુજરાત ટાઈટન્સે આ સિઝનમાં 12 મેચમાંથી 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સનો 12 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 3 માં પરાજય થયો છે

GT vs KKR Head To Head Records : ગુજરાત ટાઈટન્સે આ સિઝનમાં 12 મેચમાંથી 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સનો 12 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 3 માં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs KKR Head To Head, GT vs KKR, IPL 2024

IPL 2024, GT vs KKR : આઈપીએલ 2024ની 63મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback GT vs KKR : આઈપીએલ 2024ની 63મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 13 મે ના રોજ સાંજે 7.30 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સે આ સિઝનમાં 12 મેચમાંથી 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સનો 12 મેચમાંથી 9 માં વિજય થયો છે અને 3 માં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને કોલકાતા વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે ગુજરાતનું પલડું સહેજ ભારે છે. કેકેઆર આઈપીએલની આ સિઝનમાં પ્લેઓફમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની ગઇ છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે અત્યાર સુધીમાં 3 મુકાબલા થયા છે. જેમાં 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 204 અને લોએસ્ટ સ્કોર 156 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 207 અને લોએસ્ટ સ્કોર 148 રન છે. આઈપીએલ 2023માં બન્ને વચ્ચે 2 મેચો રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - અજીબ પ્રકારે રન આઉટ થયો રવિન્દ્ર જાડેજા, આઈપીએલમાં આવી રીતે આઉટ થનાર ત્રીજો ખેલાડી બન્યો

હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને કોલકાતાનો રેકોર્ડ

ગુજરાતના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર ગુજરાત અને કોલકાતા વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં કોલકાતાનો વિજય થયો છે. બીજી તરફ કોલકાતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને વચ્ચે 1 મેચો રમાઇ છે. જેમાં ગુજરાતનો વિજય થયો છે.

Advertisment

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચો રમાઇ છે. જેમાં ગુજરાતનો વિજય થયો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ ગુજરાત ટાઇટન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ shubman gill IPL સ્પોર્ટ્સ