આઈપીએલ 2024 : મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરશે હાર્દિક પંડ્યા? રોહિત શર્માને મળી શકે છે આ ટીમની કેપ્ટનશિપ!

IPL 2024 : આઇપીએલ 2024 શરૂ થવામાં હજુ ચાર મહિના બાકી છે પરંતુ તે પહેલાથી જ ચર્ચામાં છે. આઇપીએલની 17મી સિઝનની ટ્રાન્સફર વિન્ડો 26મી નવેમ્બરે બંધ થઈ રહી છે

Written by Ashish Goyal
Updated : November 22, 2023 19:12 IST
આઈપીએલ 2024 : મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરશે હાર્દિક પંડ્યા? રોહિત શર્માને મળી શકે છે આ ટીમની કેપ્ટનશિપ!
રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા (તસવીર - બીસીસીઆઈ)

IPL 2024 : આઇપીએલ 2024 શરૂ થવામાં હજુ ચાર મહિના બાકી છે પરંતુ તે પહેલાથી જ ચર્ચામાં છે. આઇપીએલની 17મી સિઝનની ટ્રાન્સફર વિન્ડો 26મી નવેમ્બરે બંધ થઈ રહી છે અને જો મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ વખતે પ્રશંસકોને કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન હાર્દિક પંડ્યાની ઘરવાપસી થઇ શકે છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા નવી જર્સીમાં જોવા મળી શકે છે.

રોહિત શર્મા આઇપીએલનો સૌથી સફળ કેપ્ટન

રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. તે એક દાયકાથી વધુ સમયથી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે. તેણે પાંચ વખત આ ટીમને ચેમ્પિયન બનાવી છે. આ સાથે તે ભારતીય કેપ્ટન પણ છે. મુંબઈ તેને આસાનીથી જવા દેશે નહીં. બીજી તરફ હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સને પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું.

હાર્દિકનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત આ ટીમથી કરી હતી, જ્યારે તેને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બાદ વર્ષ 2016માં તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા પણ ખુલ્યા હતા.

આ પણ વાંચો – રાહુલ દ્રવિડ સાથે વાત કર્યા પછી જ હેડ કોચ પર નિર્ણય, બીસીસીઆઈ વધારશે કાર્યકાળ?

રોહિત-હાર્દિકની ટીમો બદલાશે

ન્યૂઝ 18ના સમાચાર અનુસાર ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની જૂની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી કરી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. હાર્દિક પંડ્યાના સ્થાને મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે. એટલે કે બંને ટીમોના કેપ્ટનની અદલાબદલી થશે.

જોફ્રા આર્ચરના સ્થાને પણ આપવામાં આવી શકે છે તક

જો આમ નહીં થાય તો હાર્દિકને મુંબઇ તરફથી રમનારા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની જગ્યાએ મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ કરવામાં આવી શકે છે. હાર્દિક માટે કેપ્ટનશિપ વગર મુંબઈ પરત ફરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેને 2024માં આર્ચરની જગ્યાએ રમવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે અને ત્યારબાદ તેને 2025માં કેપ્ટનશિપ આપવામાં આવશે.

IPL ટ્રાન્સફર વિન્ડોના નિયમો

-આઈપીએલમાં બે પદ્ધતિઓ દ્વારા ખેલાડીઓની ટ્રાન્સફરી કરી શકાય છે. કોઈ ફ્રેન્ચાઈઝી ખેલાડીને વેચવાની ઓફર કરે અથવા કોઈ ફ્રેન્ચાઈઝી બીજી ટીમના ખેલાડીમાં રસ લે.

-બંને ટીમો વચ્ચેની વાટાઘાટો ફક્ત ખેલાડીને ચૂકવવામાં આવતી ફીને લગતી હોવી જોઈએ.

-જ્યાં સુધી IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ ટ્રાન્સફરને મંજૂરી મળશે નહીં.

-જો બહુવિધ ફ્રેન્ચાઇઝીઓ ટ્રાન્સફર દ્વારા ચોક્કસ ખેલાડીને હસ્તગત કરવામાં રસ દાખવે છે. તો વેચાણ કરનાર ફ્રેન્ચાઇઝીને અંતિમ નિર્ણય લેવાની સત્તા છે.

-કોઈ ખેલાડીને અન્ય ટીમમાં ટ્રેડિંગ કરતા પહેલા અથવા ટ્રાન્સફર કરતા પહેલા ખેલાડીની સંમતિ મેળવવી આવશ્યક છે.

-ફ્રેન્ચાઇઝીને આઇકન ખેલાડીઓને ટ્રાન્સફર કરવાની પરવાનગી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ