IPL Trade Window : આઈપીએલ ટ્રેડ વિન્ડો શું છે, ખેલાડીઓની ટ્રાન્સફર કેવી રીતે થાય છે? સરળ ભાષામાં સમજો

IPL 2024 Trade : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. 26 નવેમ્બરે ટ્રેડ વિન્ડોનો છેલ્લો દિવસ છે

IPL 2024 Trade : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. 26 નવેમ્બરે ટ્રેડ વિન્ડોનો છેલ્લો દિવસ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IPL, IPL 2024

આઈપીએલ ટ્રોફી (તસવીર -સોશિયલ મીડિયા)

IPL Trade Window : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) સિઝનની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. તે પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરવી પડશે, જે માટેની અંતિમ તારીખ રવિવારને 26 નવેમ્બર છે. 26 નવેમ્બરે ટ્રેડ વિન્ડોનો છેલ્લો દિવસ છે. ફ્રેન્ચાઇઝીઓ પાસે રિટેન્શન સૂચિ જારી કરતા પહેલા ખેલાડીઓની ટ્રે઼ડ કરવાની સુવિધા છે. ટ્રેડ બે રીતે થઈ શકે છે. ફ્રેન્ચાઈઝીઓ ક્રિકેટરોની અંદરોઅંદર અદલાબદલી કરી શકે છે અથવા તો રુપિયા ચૂકવીને ખેલાડીઓની ખરીદી કરી શકે છે.

Advertisment

આ ઉપરાંત જો એક કરતાં વધુ ફ્રેન્ચાઈઝીને કોઈ ખેલાડીને પોતાની સાથે જોડવામાં રસ હોય તો તે ક્રિકેટર જે ફ્રેન્ચાઈઝીમાં છે તેની પાસે તે પસંદ કરવાનો અધિકાર છે કે તે કઈ ટીમ સાથે ટ્રેડ કરશે. ક્રિકેટરને ટ્રેડ કે ટ્રાન્સફર કરતાં પહેલાં ખેલાડીની સંમતિ ફરજીયાત છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલ પાસે ટ્રેડ ડીલને આખરી મંજૂરી આપવાની સત્તા છે.

અત્યાર સુધી આ ખેલાડીઓ થયા ટ્રેડ

હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઇ ઇન્ડિયન્સમાં ટ્રેડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડને લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) પાસેથી મુંબઈને ટ્રેડ કર્યો છે. ભારતીય ફાસ્ટ બોલર અવેશ ખાનને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) પાસેથી રાજસ્થાન રોયલ્સે (આરઆર) ટ્રેડ કર્યો છે. તેના બદલામાં લખનઉને દેવદત્ત પડીક્કલ મળ્યો છે. મયંક ડાગરને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) પાસેથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (આરસીબી) ટ્રેડ કર્યો છે. શાહબાઝ અહેમદ સનરાઇઝર્સ તરફથી રમતો જોવા મળશે.

આ પણ વાંચો - આઈપીએલ 2024 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યાને લઈને ગુજરાત ટાયન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ઐતિહાસિક ડીલ! 

Advertisment

આઈપીએલ ટ્રેડને લઇને માર્ગદર્શિકા

-ટ્રેડિંગ વિન્ડો સિઝન પુરી થયાના 7 દિવસ પછીથી લઇને હરાજીના 7 દિવસ પહેલા સુધી ખુલ્લી રહે છે.

-તે ખેલાડીઓની હરાજીના બીજા દિવસથી લઈને નવી સિઝનના પ્રારંભના 30 દિવસ પહેલા સુધી ખુલ્લું રહે છે.

-જે ખેલાડીઓને હરાજીમાં ખરીદવામાં આવ્યા છે તેને તે સિઝનમાં ટ્રેડ કરી શકાય નહીં. ખાસ કરીને હરાજી બાદ તરત જ ખરીદી શકાય.

-જે ખેલાડીનો ટ્રેડ રહ્યો છે, તે વિદેશનો હોય તો તેની સાથે જોડતી ફ્રેન્ચાઈઝીઓને સંબંધિત બોર્ડની એનઓસીની જરુર પડશે.

-જે ખેલાડીનો ટ્રેડ કરવામાં આવે છે તે ટ્રેડ સમયે મેચ ફિટ છે કે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી ખરીદનાર ફ્રેન્ચાઇઝીની છે. આ માટે ખેલાડીનો મેડિકલ ટેસ્ટ કરી શકાય છે.

-ટ્રેડ કરવા માટે ખેલાડીઓની સંખ્યાની કોઈ મર્યાદા નથી. કોઈ પણ ફ્રેન્ચાઈઝી ઈચ્છે તેટલા ટ્રે઼ડ કરી શકે છે. જોકે તેમાં સેલેરી કેપ અને સ્ક્વોડ કમ્પોઝિશનને ધ્યાનમાં રાખવું પડે છે.

-ટ્રેડિંગ દરમિયાન એક ફ્રેન્ચાઈઝી દ્વારા બીજી ફ્રેન્ચાઈઝીને ચૂકવવામાં આવતી કોઈ પણ રકમ ખેલાડીની સેલેરી કેપનો ભાગ નહીં હોય.

ક્રિકેટ IPL સ્પોર્ટ્સ