IPL 2024 ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આસાનીથી હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024 ચેમ્પિયન બન્યું છે. SRH ને હરાવી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નું આ ત્રીજુ ટાઈટલ છે. કોલકાતાએ પ્રથમ ઇનિંગમાં ધારદાર બોલિંગ કરતાં હૈદરાબાદ 113 રનમાં ઓલ આઉટ થયું હતું. જવાબમાં કોલકાતાએ આસાનીથી આ લક્ષ્યાંક પાર પાડી ચેમ્પિયનશીપ પોતાને નામ કરી છે. એક દાયકા બાદ કોલકાતા ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે. છેલ્લે 2014 માં કેકેઆર ચેમ્પિયન બન્યું હતું.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ ટી20 લીગની સૌથી મોટી ટુર્નામેન્ટ છે. વિશ્વભરના શ્રેષ્ઠ ક્રિકેટરો ભાગ લઇ આ ટુર્નામેન્ટને વધુ જીવંત અને રોમાંચક બનાવે છે. આ ટુર્નામેન્ટ જીતવી મોટી સિધ્ધિ છે. આઈપીએલ શરુ થઇ ત્યારથી અત્યાર સુધીના આઈપીએલ ચેમ્પિયન ટીમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પાંચ પાંચ વખત ચેમ્પિયન બની રેકોર્ડ ધરાવે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી ટીમ છે જે બે વખત ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદના નામે પણ એક ટાઇટલ છે. આઈપીએલ પ્રથમ સિઝન 2008 માં રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું હતું.
આઈપીએલ ચેમ્પિયન બનવામાં મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા સફળ કેપ્ટન છે. IPL ટુર્નામેન્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પાંચ વખત ચેમ્પિયન બન્યા છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) પણ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 2 વખત, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR), ડેક્કન ચાર્જર્સ (DC) અને ગુજરાત ટાઇટન્સ (GT) એક એક વખત ચેમ્પિયન બન્યા છે.
IPL ચેમ્પિયન લિસ્ટ – કઇ ટીમ ક્યારે જીતી
ટીમ ચેમ્પિયન આઇપીએલ વિનર વર્ષ મુંબઈ ઈન્ડિયન્સ 5 2013, 2015, 2017, 2019, 2020 ચેન્નાઈ સુપર કિંગ્સ 5 2010, 2011, 2018, 2021, 2023 કોલકાતા નાઈટ રાઈડર્સ 3 2012, 2014, 2024 સનરાઇઝર્સ હૈદરાબાદ 1 2016 રાજસ્થાન રોયલ્સ 1 2008 ડેક્કન ચાર્જર્સ 1 2009 ગુજરાત ટાઇટન્સ 1 2022
IPL Winners 2024 KKR or SRH સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2024 ચેમ્પિયન બનવા માટે KKR vs SRH ફાઇનલ મેચ રમાઇ. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈ ખાતે ફાઇનલ મેચ રમાઇ રહી હતી. જેમાં હૈદરાબાદ ટીમ પ્રથમ દાવ લેતાં 113 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 10.3 ઓવરમાં આસાનીથી 8 વિકેટથી જીત મેળવી દસ વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે.
IPL Winners 2023 Chennai Super Kings ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી આઈપીએલ ફાઇનલ મેચમાં ચેન્નાઈ એ ગુજરાત ટાઈટન્સ ને હરાવી વિજેતા બન્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ નો ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી વિજય થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મેચમાં ડેવિન કોન્વે મેન ઓફ ધ મેચ બન્યો હતો. આઈપીએલ સિઝન 2023 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ શુભમન ગિલ બન્યો હતો.
IPL Winners 2022 Gujarat Titans ગુજરાત ટાઇટન્સ
આઈપીએલ 2022 સિઝનમાં ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત ટાઈટન્સ રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટથી જીત્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ કેપ્ટન હાર્દિક પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે આઈપીએલ સિઝન 2022 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જોશ બટલર બન્યો હતો.
IPL Winners 2021 Chennai Super Kings ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2021 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું હતું. દુબઇ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે 27 રનથી વિજય મેળવ્યો હતો. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ કમાલ કરી બતાવી હતી. ફાઇનલ મેચમાં ફાફ ડુપ્લેસી મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે આઈપીએલ સિઝન 2021 માં હર્ષલ પટેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2020 Mumbai Indians મુંબઈ ઈન્ડિયન્સ
દુબઇ ખાતે રમાયેલી આઈપીએલ સિઝન 2020 માં મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. રોહિત શર્મા કેપ્ટન તરીકે ફરી એકવાર સફળ રહ્યો હતો અને ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટથી વિજય મેળવી ચેમ્પિયનશીપ પોતાને નામ કરી હતી. ફાઇનલ મેચમાં ટ્રેન્ટ બોલ્ટ મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે જોફ્રા આર્ચર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2019 Mumbai Indians મુંબઈ ઈન્ડિયન્સ
ભારે રોમાંચ વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ 2019 ચેમ્પિયન બન્યું હતું. હૈદરાબાદ ખાતે રમાયેલી આઈપીએલ 2019 ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ એક રનથી જીત્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ એ ચેન્નાઈને હરાવ્યું હતું. આ મેચમાં જસપ્રીત બમુરાહ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે આંદ્રે રસેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2018 Chennai Super Kings ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2018 માં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટથી ઝળહળતો વિજય મેળવ્યો હતો. શેન વોટસન મેન ઓફ ધ મેચ બન્યો હતો જ્યારે આઈપીએલ સિઝન 2018 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુનિલ નારાયણ રહ્યો હતો.
IPL Winners 2017 Mumbai Indians મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2017 મુંબઈ ઇન્ડિયન્સને નામ રહ્યું હતું. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને એક રનથી હરાવી મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે આ જીત મેળવી હતી. આ મેચમાં કૃણાલ પંડ્યા મેચ ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે બહેન સ્ટોક્સ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2016 Sunrisers Hyderabad સનરાઇઝર્સ હૈદરાબાદ
ડેવિડ વોર્નરના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2016 માં ચેમ્પિયન બન્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 8 રનથી હૈદરાબાદની જીત થઇ હતી. વિરાટ કોહલીની બેંગલોર ટીમનો ફાઇનલમાં પરાજય થયો હતો. આ મેચમાં બેન કટિંગ મેચ ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
IPL Winners 2015 Mumbai Indians મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2015 સિઝનમાં ચેમ્પિયન બનવા માટે કોલકાતા ખાતે MI vs CSK વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. કોલકાતા ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી મુંબઈ ઇન્ડિયન્સે ચેમ્પિયનશીપ પોતાને નામ કરી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે આંદ્રે રસેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
IPL Winners 2014 Kokkata Knight Riders કોલકાતા નાઈટ રાઈડર્સ
આઈપીએલ 2014 ચેમ્પિયન બનવા માટે બેંગલોર ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આખરી જંગ ખેલાયો હતો. જેમાં પંજાબને 3 વિકેટથી હરાવી કોલકાતા ચેમ્પિયન બન્યું હતું. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં કોલકાતાએ કમાલ કરી બતાવી હતી. આ મેચમાં મનીષ પાંડે મેન ઓફ ધ મેચ થયો હતો અને ગ્લેન મેક્સવેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
IPL Winners 2013 Mumbai Indians મુંબઈ ઈન્ડિયન્સ
આઈપીએલ 2013 ચેમ્પિયન માટે કોલકાતામાં MI vs CSK વચ્ચે આખરી મુકાબલો થયો હતો. જેમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 23 રનથી જીત મેળવી ચેમ્પિયન બન્યું બન્યું હતું. આ મેચમાં કેરોન પોલાર્ડ મેન ઓફ ધ મેચ બન્યો હતો અને શેન વોટસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો.
IPL Winners 2012 Kolkata Knight Riders કોલકાતા નાઈટ રાઈડર્સ
આઇપીએલ 2012 ચેમ્પિયન માટે KKR અને CSK વચ્ચે જંગ ખેલાયો હતો. ચેન્નાઈ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું હતું. ચેન્નાઈ સામે કોલકાતાનો 5 વિકેટથી વિજય થયો હતો. ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં કોલકાતાએ આ ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં મનવિન્દર બિસ્લા મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે સુનીલ નારાયણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2011 Chennai Super Kings ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2011 ચેમ્પિયન માટે CSK vs RCB આખરી જંગ ખેલાયો હતો. ચેન્નાઈ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં બેંગલોરને 58 રનથી હરાવી ચેન્નાઈ ચેમ્પિયન બન્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં મુરલી વિજય મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ક્રિસ ગેલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2010 Chennai Super Kings ચેન્નાઈ સુપર કિંગ્સ
આઈપીએલ 2010 ચેમ્પિયન માટે CSK vs MI વચ્ચે આખરી જંગ ખેલાયો હતો. મુંબઈ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો 22 રનથી વિજય થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં સુરેશ રૈના મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે સચિન તેંદુલકર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2009 Deccan Chargers ડેક્કન ચાર્જર્સ
આઈપીએલ 2009 ચેમ્પિયન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે આખરી જંગ ખેલાયો હતો. જ્હોનિસબર્ગ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ડેક્કન ચાર્જર્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 6 રનથી વિજય થયો હતો. એડમ ગિલક્રિસ્ટના નેતૃત્વમાં ડેક્કન ચાર્જર્સ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં અનિલ કુંબલે મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે એડમ ગિલક્રિસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
IPL Winners 2008 Rajasthan Royals રાજસ્થાન રોયલ્સ
આઈપીએલ પ્રથમ સિઝન 2008 ચેમ્પિયન માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઇનલમાં ટકરાયા હતા. મુંબઈ ખાતે રમાયેલા ફાઇનલ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હરાવી રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાન રોયલ્સ પ્રથમ સિઝનમાં જ શેન વોર્નના નેતૃત્વમાં ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં યુસુફ પઠાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે શેન વોટસન પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.





