KKR vs MI, Mumbai Weather and Pitch Report: IPL 2024 ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) શુક્રવારે, 3 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરશે. મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની શરૂઆત ધીમી રહી છે. તેણે ત્રણ જીત હાંસલ કરી છે. પરંતુ અત્યાર સુધીમાં તેને સાત હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 6 જીત અને 3 હાર સાથે વધુ સારું પ્રદર્શન કર્યું છે. હાલમાં તે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેમનો ઉદ્દેશ્ય તેમની જીતનો સિલસિલો જાળવી રાખવાનો છે. ટૂર્નામેન્ટમાં આગળનો રસ્તો નક્કી કરવા માટે આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ માટે વધારે મહત્વની છે.
KKR vs MI : વાનખેડે સ્ટેડિયમ પીચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમની વિકેટ બેટિંગ ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે. આ સ્ટેડિયમની નાની ચોરસ બાઉન્ડ્રી બેટ્સમેનોનું કામ સરળ બનાવે છે. અહીંની પિચ પરથી બોલરોને ઉછાળો મળી રહ્યો છે. જો કે, પ્રથમ દાવમાં પાવરપ્લે દરમિયાન સીમની કેટલીક હિલચાલની અપેક્ષા છે. સીમની થોડી હિલચાલને કારણે ઝડપી બોલરોને પીચમાંથી થોડી મદદ મળી શકે છે.

KKR vs MI : આજે મુંબઈ હવામાનની આગાહી
3 મે 2024ના રોજ મુંબઈમાં દિવસનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જે સાંજ સુધીમાં ઘટીને 28 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. ભેજ 65% આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનો અહેસાસ વધુ થશે. 14 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે. હવાની ગુણવત્તા બિનઆરોગ્યપ્રદ છે. લાંબા સમય સુધી બહારના વાતાવરણના સંપર્કમાં આવતા સ્વસ્થ વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા થઈ શકે છે. આઉટડોર પ્રવૃત્તિ મર્યાદિત કરો. વરસાદની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચોઃ- ટી 20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં કેએલ રાહુલ અને રિંકુ સિંહની પસંદગી કેમ ના થઇ, અજીત અગરકરે જણાવ્યું કારણ
MI vs KKR હેડ ટુ હેડ રેકોર્ડ્સ
મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધીમાં એકબીજા સામે 32 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. MIએ 23 મેચ જીતી છે અને KKRએ 9 મેચ જીતી છે. KKR સામે MIનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે. MI સામે કોલકાતાનો સર્વોચ્ચ સ્કોર 232 રન છે.
આ બંને ટીમો છેલ્લી વખત ગત વર્ષે 16 એપ્રિલે સામસામે આવી હતી તે મેચમાં KKRએ 20 ઓવરમાં 6 વિકેટે 185 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 17.4 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ રહી હતી અને પાંચ વિકેટે મેચ જીતી લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. KKR મેચ હારી જવા છતાં શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.





