KKR vs RR Head To Head Records: આઈપીએલમાં કોલકાતા વિ. રાજસ્થાન હેડ ટુ હેડ, કઇ ટીમનું છે પ્રભુત્વ

KKR vs RR Head To Head : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 5 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 1 મેચમાં પરાજય થયો છે

KKR vs RR Head To Head : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 5 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 1 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
KKR vs RR Head To Head Records, KKR vs RR, IPL 2024

KKR vs RR : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback KKR vs RR : આઈપીએલ 2024ની 31મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 16 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 6 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સનો 5 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 1 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.

Advertisment

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચો રમાઇ છે. જેમાં 14 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 13 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 125 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 217 અને લોએસ્ટ સ્કોર 81 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં રાજસ્થાનનો વિજય થયો હતો.

આ પણ વાંચો - સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 287 રન બનાવ્યા, આઈપીએલમાં પોતાનો જ હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો

હોમગ્રાઉન્ડમાં રાજસ્થાન અને કોલકાતાનો રેકોર્ડ

કોલકાતા નાઇટ રાઇડર્સના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 10 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં કોલકાતાનો અને 3 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બીજી તરફ રાજસ્થાનના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 6 મેચ રમાઇ છે. જેમાં રાજસ્થાનનો 3 મેચમાં અને કોલકાતાનો 3 મેચમાં વિજય થયો છે.

Advertisment

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો રાજસ્થાન અને કોલકાતા વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 5 મેચમાં કોલકાતાનો અને 7 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.

રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ ક્રિકેટ IPL સ્પોર્ટ્સ