આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

Harshit Rana Fined 60 Percent Match Fees Breaching IPL Code Of Conduct : કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડી હર્ષિત રાણાને મેચ દરમિયાન બે ભૂલ કરવા બદલ તેની મેચ ફીની 10 ટકા અને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
March 24, 2024 12:20 IST
આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ
હર્ષિક રાણા આઈપીએલ 2024માં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમનો ખેલાડી છે. (Photo - @harshit_rana_06

Harshit Rana Fined 60 Percent Match Fees Breaching IPL Code Of Conduct : આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાણાએ મેચની અંતિમ ઓવરમાં 13 રનનો બચાવ કરતાં માત્ર આઠ રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. રાણાએ આઇપીએલ ની આચારસંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ-1ની બે ભૂલ કરી હતી. તે સંબંધિત બે ભૂલ બદલ તેની મેચ ફીની 10 ટકા અને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો. રાણાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરીની પેનલ્ટી સ્વીકારી હતી. મેચ રેફરીનો આચારસંહિતાના લેવલ-1ના ભંગ અંગેનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

હર્ષિત રાણા એ મયંકને આપી ફ્લાઈંગ કિસ

હર્ષિત રાણા એ 20મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચ દરમિયાન તે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો સાથે ઘણી વખત ઘર્ષણ કર્યું હતુ. અંતિમ ઓવરમાં મયંક અગ્રવાલ અને હેનરિચ ક્લાસેનને આઉટ કર્યા બાદ તેણે કરેલા સેલિબ્રેશનને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. રાણાને પાવરપ્લેમાં અગાઉની ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે મયંક અગ્રવાલને આઉટ કરીને અભિષેક શર્મા સાથેની 60 રનની ભાગીદારી તોડી હતી. તેણે મયંકને ફ્લાઈંગ કિસ આપી. અગ્રવાલે પણ પેવેલિયન તરફ જતા રાણા સામે જોયું હતું.

આ પણ વાંચો | આઈપીએલ 2024ની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકશો ફ્રી, જાણો લાઇવ સ્ટ્રીમિંગની બધી ડિટેલ્સ

સુનીલ ગાવસ્કરે હર્ષિત રાણાની ટીકા કરી

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે હર્ષિત રાણાના આવા સેલિબ્રેશન બદલ ટીકા કરી હતી. એણે એવું ન કરવું જોઈતું હતું. જ્યારે તે સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે શું બેટ્સમેને તેની સાથે આવું કંઈક કર્યું હતું? આ હરકત વગર પણ ક્રિકેટ રમી શકાય છે. મને લાગે છે કે આ ટેલિવિઝનનો યુગ છે. તમારા ખેલાડીઓ સાથે ઉજવણી કરો, પણ વિરોધી ટીમના ખેલાડીની સામે આવું કામ કરવાની જરુર નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ