KKR vs SRH Head To Head Records : આઈપીએલમાં કેકેઆર અને એસઆરએચ વચ્ચે 25 મુકાબલા થયા છે, જાણો કોનું પલડું છે ભારે

KKR vs SRH Head To Head Records : આઈપીએલ 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતા ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે

Written by Ashish Goyal
Updated : March 23, 2024 14:18 IST
KKR vs SRH Head To Head Records : આઈપીએલમાં કેકેઆર અને એસઆરએચ વચ્ચે 25 મુકાબલા થયા છે, જાણો કોનું પલડું છે ભારે
KKR vs SRH Head To Head Records : આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 25 મુકાબલા થયા છે

IPL Flashback KKR vs SRH : આઈપીએલ 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ કોલકાતા ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ પોતાની પ્રથમ મેચમાં જીત મેળવીને સિઝનની શાનદાર શરૂઆત કરવાનો પ્રયત્ન કરશે. આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે.

કેકેઆર અને એસઆરએચ હેડ ટુ હેડ

આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 25 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે.

કોલકાતામાં કેકેઆર અને એસઆરએચનો રેકોર્ડ

કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો કોલકાતા નાઇટ રાઇડર્સનું પલડું ભારે છે. કોલકાતામાં કેકેઆર અને એસઆરએચ વચ્ચે 9 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 3 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

આ પણ વાંચો – ટી-20માં 12,000 રન બનાવનારો વિરાટ કોહલી પ્રથમ ભારતીય બન્યો, સીએસકે સામે 1000 રન પૂરા કર્યા

બીજી તરફ હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો કોલકાતા અને હૈદરાબાદ કુલ 7 મેચ રમાઇ છે. જેમાં કોલકાતાનો 4 મેચમાં અને હૈદરાબાદનો 3 મેચમાં વિજય થયો છે. બન્ને વચ્ચે ન્યુટ્રલ સ્ટેડિયમમાં રમાયેલી મેચની વાત કરવામાં આવે તો કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કુલ 9 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં કોલકાતાનો અને 3 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.

કેકેઆર અને એસઆરએચ સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેકેઆર: રહેમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા

એસઆરએચ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડેન માર્કરામ, હેનરિચ ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ, મયંક માર્કન્ડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ