KKR vs PBKS Head To Head Records : આઈપીએલમાં કોલકાતા વિ. પંજાબમાં કોનું પલડું ભારે, જાણો આંકડા

KKR vs PBKS Head To Head Records : કોલકાતા નાઇટ રાઇડર્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 8 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે

Written by Ashish Goyal
April 26, 2024 15:19 IST
KKR vs PBKS Head To Head Records : આઈપીએલમાં કોલકાતા વિ. પંજાબમાં કોનું પલડું ભારે, જાણો આંકડા
IPL 2024, KKR vs PBKS : આઈપીએલ 2024ની 42મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback KKR vs PBKS : આઈપીએલ 2024ની 42મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ 26 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઇટ રાઇડર્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 5 મેચમાં વિજય મેળવ્યો છે અને 2 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 8 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં કોલકાતા અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો કોલકાતાનું પલડું ભારે છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં કોલકાતા અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 21 મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 245 અને લોએસ્ટ સ્કોર 109 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મેચો રમાઇ હતી. જેમાં એક મેચમાં પંજાબનો અને એક મેચમાં કોલકાતાનો વિજય થયો છે.

આ પણ વાંચો – મોહિત શર્મા આઈપીએલના ઇતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો

હોમગ્રાઉન્ડમાં કોલકાતા અને પંજાબનો રેકોર્ડ

કોલકાતા નાઇટ રાઇડર્સના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 9 મેચમાં કોલકાતાનો અને 3 મેચમાં પંજાબનો વિજય થયો છે. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ પીસીએ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં કોલકાતાનો 4 મેચમાં અને પંજાબનો 4 મેચમાં વિજય થયો છે.

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો કોલકાતા અને પંજાબ વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 4 મેચમાં કોલકાતાનો અને 4 મેચમાં પંજાબનો વિજય થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ