IPL 2024 Live Telecast Channels: આઈપીએલ 2024ની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ટૂર્નામેન્ટના ટાઇટલ માટે 10 ટીમો ટકરાશે. આઈપીએલના ચાહકો પણ તેમના ફેવરિટ ખેલાડીઓ અને ટીમોની મેચ જોવા માટે ઉત્સુક અને તૈયાર છે. આઇપીએલ 2024ની મેચ મોબાઇલ કે ટીવી પર ફ્રીમાં કેવી રીતે જોવી તે જાણવું હોય તો અમે તમને તેના વિશે જણાવીએ છીએ. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આઇપીએલ 2024ની તમામ મેચોને લાઇવ ક્યાં જોઇ શકો છો, તે પણ મફતમાં.
ફ્રી આઈપીએલ 2024 લાઇવ સ્ટ્રીમ કેવી રીતે જોવું?
બીસીસીઆઇએ આ વખતે આઇપીએલ 2024ના લાઇવ સ્ટ્રીમિંગ રાઇટ્સ બે અલગ-અલગ પ્લેટફોર્મને વેચ્યા છે. આઈપીએલ 2024ની તમામ મેચો જિયોસિનેમા એપ્લિકેશન પર લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે. વાયકોમ 18એ ભારતીય ઉપખંડ માટે ડિજિટલ રાઇટ્સ આશરે 23,758 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ટીવીની વાત કરીએ તો ટેલિવિઝન પર આઇપીએલના પ્રશંસકો સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ જોઇ શકશે. ટેલિવિઝનના રાઇટ્સ બીસીસીઆઇને રુપિયા 23,575 કરોડમાં વેચાયા હતા.
આઇપીએલની તમામ મેચ જિયોસિનેમા પર ફ્રી લાઇવ-સ્ટ્રીમિંગ થશે. એટલે કે યૂઝર્સ પોતાના મોબાઈલ અને સ્માર્ટ ટીવી પર મેચ ફ્રી જોઈ શકશે. આ એપ એન્ડ્રોઇડ, આઇઓએસ, એન્ડ્રોઇડ ટીવી, ડેસ્કટોપ, ફાયર ટીવી સ્ટીક, એપલ ટીવી+, અને ફાયર ટીવી પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો – આઈપીએલ 2024ના રસપ્રદ નિયમો જાણો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગ થતા નથી
ટીવી પર આઈપીએલ 2024નું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
આઇપીએલ 2024ના સ્ટ્રીમિંગ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટ્સને મળેલા છે. એટલે કે યુઝર્સ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર મેચ લાઇવ જોઇ શકશે. આઇપીએલની મેચોનું પ્રસારણ કરતી ટીવી ચેનલોની સંપૂર્ણ યાદી અહીં આપવામાં આવી છે.
- સ્ટાર સ્પોર્ટ્સ 1
- સ્ટાર સ્પોર્ટ્સ 2
- સ્ટાર સ્પોર્ટ્સ 3
- સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી હિન્દી
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ
- સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
IPL મેચો ક્યારે શરૂ થશે?
આઈપીએલ 2024ની મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 અને સાંજે 7.30 કલાકે રમાશે. મેચના અડધા કલાક પહેલા ટોસ થશે અને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવશે.





