LSG vs PBKS, Lucknow Weather and Pitch Report: લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ટક્કર થશે. આઈપીએલ 2024 નો આ 11 મો મુકાબલો છે. અગાઉની મેચોમાં યજમાન ટીમ પોતાના ગ્રાઉન્ડમાં જીતી છે. હવે શનિવારની લખનઉ અને પંજાબ વચ્ચેની મેચમાં જોવાનું રહ્યું કે કોણ જીતે છે. લખનઉ પિચ હાર્ડ છે કે સ્લો? લખનઉ હવામાન કેવું રહેશે? આવો જાણીએ પિચ રિપોર્ટ
આઈપીએલ 2024 રેકોર્ડ અને ઘણી બાબતોને લઇને ખાસ બની રહી છે. અગાઉની 10 મેચમાં શરુઆતની 9 મેચમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળતાં યજમાન ટીમ મેચ જીતી હતી. જોકે શુક્રવારે કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચમાં આરસીબી પોતાના જ ગ્રાઉન્ડમાં હારી હતી. હવે જોવાનું એ છે કે લખનઉ ખાતે રમાનાર આજની મેચમાં લખનઉ હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવી શકે છે કે પંજાબ હાવી રહે છે.
લખનઉ પિચ રિપોર્ટ
લખનઉ સ્થિત અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ અને પંજાબ વચ્ચે મેચ રમાશે. આ પિચની વાત કરીએ તો એકંદરે આ પિચ બોલર માટે ખાસ છે. પરંતુ જો આક્રમક રીતે બેટીંગ કરવામાં આવે તો બોલર્સનું કૌવત ઓછું ચાલે છે અને રન આસાનીથી બને છે. જોકે બીજી ઇનિંગમાં ડ્યૂ મહત્વનો ભાગ ભજવી શકે છે. વિશેષ રીતે સ્પિનર્સ માટે આ પિચ ખાસ બની શકે છે.
લખનઉ હવામાન આગાહી
લખનઉ હવામાન આગાહીની વાત કરીએ તો લખનઉ, કાનપુર સહિત ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં આજે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આજે ગરમીનો પારો મહત્તમ 37 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગરમી વચ્ચે વરસાદ અને આંધી આવી શકે છે. હવામાન અપડેટ જોતાં મેચમાં વરસાદ અને વાવાઝોડું વિક્ષેપ પાડી શકે છે.
આ પણ વાંચો : IPL Points Table 2024 જાણો એક ક્લિકમાં
LSG vs PBKS હેડ ટુ હેડ
લખનઉ સુપર જાયન્ટ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઇપીએલમાં થયેલા મુકાબલા વચ્ચેની વાત કરીએ તો લખનઉનું પલ્લુ ભારે રહ્યું છે. લખનઉ અને પંજાબ એકબીજા સામે અત્યાર સુધી 3 મેચ રમ્યા છે. જેમાં લખનઉ 2 મેચ જીતી છે જ્યારે પંજાબ કિંગ્સ એક મેચ જીત્યું છે. શનિવારની મેચમાં શું થાય છે એ જોવાનું છે.





