LSG vs PBKS, IPL 2024 | પંજાબ વિ લખનૌ : પંજાબ 178 રન જ બનાવી શક્યું, લખનૌની 21 રન સાથે પ્રથમ જીત

LSG vs PBKS highlights : લખનૌ જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ વચ્ચે લખનૌના શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં આઈપીએલની 11 મી મેચ રમવામાં આવી હતી. જેમાં લખનૌની 21 રને જીત થઈ. આ સાથે લખનૌ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર આવી ગઈ છે.

LSG vs PBKS highlights : લખનૌ જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ વચ્ચે લખનૌના શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં આઈપીએલની 11 મી મેચ રમવામાં આવી હતી. જેમાં લખનૌની 21 રને જીત થઈ. આ સાથે લખનૌ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર આવી ગઈ છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lucknow Super Giants vs Punjab Kings LSG vs PBKS Live

લખનૌ સુપર જાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ લાઈવ અપડેટ્સ, આઈપીએલ 2024 ની 11 મી મેચ (ફોટો - એક્સપ્રેસ)

Lucknow Super Giants vs Punjab Kings LSG vs PBKS, IPL 2024 Highlights: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 11 મી મેચ આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવામાં આવી હતી. લખનૌએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 08 વિકેટના નુકશાને 199 રન બનાવી પંજાબને જીતવા માટે આપ્યો હતો 200 રનનો ટાર્ગેટ. તો સામે પંજાબની ટીમ 20 ઓવરમાં 05 વિકટના નુકશાને માત્ર 178 રન જ બનાવી શકી. અને આ રીતે લખનૌની 21 રન સાથે આઈપીએલની પ્રથમ જીત થઈ.

Advertisment

LSG vs PBKS highlights | આઈપીએલ 2024, પંજાબ વિ. લખનૌ મેચ હાઈલાઈટ્સ

લખનૌને પહેલી જીત મળી

આ મેચમાં લખનૌની ટીમે પંજાબને 21 રનથી હરાવ્યું અને આ સિઝનમાં આ ટીમની પ્રથમ જીત છે. જ્યારે પંજાબને પ્રથમ ત્રણ મેચમાં બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત બાદ લખનૌના 2 પોઈન્ટ છે જ્યારે પંજાબના પણ 2 પોઈન્ટ છે. 2 અંકો સાથે

પંજાબને જીતવા માટે 12 બોલમાં 48 રનની જરૂર છે

પંજાબને જીતવા માટે 12 બોલમાં 48 રનની જરૂર છે અને તે કરવું સરળ નથી લાગતું. હાલમાં લિયામ લિવિંગ સ્ટોન અને શશાંક સિંહ ક્રિઝ પર હાજર છે. 18 ઓવર બાદ આ ટીમે 5 વિકેટે 152 રન બનાવી લીધા છે. મયંક યાદવે આ મેચમાં પંજાબનું પુનરાગમન કર્યું અને ત્યાર બાદ મોહસીન ખાને એક ઓવરમાં 2 વિકેટ લઈને પંજાબને સંપૂર્ણ રીતે બેક ફૂટ પર ધકેલી દીધું. લખનૌની જીત આ સમયે નિશ્ચિત જણાય છે.

પંજાબની પાંચમી વિકેટ પડી

પંજાબને પાંચમો ફટકો સેમ કુરાનના રૂપમાં લાગ્યો હતો અને સેમ કુરન ખાતુ ખોલાવ્યા વગર મોહસીન ખાનના બોલ પર આઉટ થઈ ગયો હતો. હવે શશાંક સિંહ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવ્યો છે. મોહસિને 17મી ઓવરના બીજા અને પછી ત્રીજા બોલ પર સતત બે વિકેટ લીધી હતી.

Advertisment

ધવન 70 રન બનાવીને આઉટ થયો હતો

પંજાબના કેપ્ટન ધવને ટીમ માટે સારી ઇનિંગ રમી હતી અને તે 50 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો. મોહસીન ખાને ધવનની વિકેટ લીધી હતી. ધવનના આઉટ થયા બાદ સેમ કુરન બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે.

પંજાબની ત્રીજી વિકેટ પડી

મયંક યાદવે લખનૌને ત્રીજી સફળતા અપાવી અને જીતેશ શર્માને કેચ આઉટ કરાવ્યો. જીતેશ શર્મા 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. હવે લિયામ લિવિંગસ્ટોન બેટિંગ કરવા મેદાનમાં આવ્યો છે. પંજાબે 16 ઓવરમાં 3 વિકેટે 140 રન બનાવ્યા છે.

લખનૌને બીજી સફળતા મળી

મયંક યાદવે પ્રભસિમરન સિંહને આઉટ કરીને પંજાબને બીજો ઝટકો આપ્યો હતો. પ્રભસિમરન સિંહે 7 બોલમાં 19 રનની ઇનિંગ રમી હતી. હવે જીતેશ શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. પંજાબે 14 ઓવરમાં 2 વિકેટે 129 રન બનાવ્યા છે.

પંજાબની પ્રથમ વિકેટ પડી

પંજાબની પહેલી વિકેટ બેયરસ્ટોના રૂપમાં પડી અને તે 29 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તેણે નેધવન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી અને ટીમને સારી શરૂઆત અપાવી. હવે પ્રભસિમરન સિંહ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.

પંજાબનો સ્કોર 100ને પાર

પંજાબની ટીમે 11 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 101 રન બનાવી લીધા છે અને ધવન અને બેયરસ્ટો વચ્ચે 100 રનની ભાગીદારી પણ છે. રવિ બિશ્નોઈએ 11 ઓવર નાંખી અને આ ઓવરમાં તેણે માત્ર 3 રન આપ્યા અને પંજાબ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો અને તેમાં તે સફળ રહ્યો. બેયરસ્ટો બિશ્નોઈના બોલ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

10 ઓવરમાં 98 રન બનાવ્યા

પંજાબે 10 ઓવરમાં 98 રન બનાવ્યા છે અને હવે જીતવા માટે 60 બોલમાં 102 રન બનાવવાની જરૂર છે. ધવન અત્યારે 56 રન પર ક્રીઝ પર છે જ્યારે બેયરસ્ટો 42 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે 60 બોલમાં 98 રનની ભાગીદારી થઈ હતી. લખનૌ વિકેટની શોધમાં છે.

ધવને પોતાની અડધી સદી પૂરી કરી હતી

શિખર ધવન શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે 30 બોલમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. ધવને પોતાની 50 રનની ઇનિંગમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. આ સિક્સરની મદદથી ધવને આઈપીએલમાં પોતાની 150 સિક્સ પણ પૂરી કરી લીધી છે. પંજાબે 8 ઓવરમાં 73 રન બનાવ્યા છે.

5 ઓવરમાં 45 રન બનાવ્યા

પંજાબે પ્રથમ 5 ઓવરમાં 9 રન પ્રતિ ઓવરના દરે 45 રન બનાવ્યા છે. ધવન અત્યારે 26 રન સાથે ક્રીઝ પર રમી રહ્યો છે જ્યારે બેયરસ્ટો 19 રન સાથે રમી રહ્યો છે. આ બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે જ્યારે લખનૌ પ્રથમ વિકેટની શોધમાં છે. આ ટીમના બોલરો અત્યાર સુધી બહુ અસરકારક સાબિત થયા નથી.

ધવન અને બેયરસ્ટોની ઝડપી બેટિંગ

પંજાબે પ્રથમ ઓવરમાં 5 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી ધવન અને બેયરસ્ટોએ ગિયર બદલ્યો અને આગામી બે ઓવરમાં 27 રન બનાવ્યા. 3 ઓવરની રમત પૂરી થયા બાદ પંજાબે કોઈપણ નુકશાન વિના 32 રન બનાવી લીધા છે અને તેને જીતવા માટે હજુ 168 રનની જરૂર છે. આવી સ્થિતિમાં આ બંને બેટ્સમેન માટે ટીમ માટે રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

પંજાબની બેટિંગ શરૂ

પંજાબની બેટિંગ શરૂ થઈ ગઈ છે અને આ ટીમ માટે શિખર ધવન અને જોની બેરસ્ટો ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર છે. એક ઓવરના અંતે પંજાબનો સ્કોર 5 રન છે. કેપ્ટન ધવને પ્રથમ ઓવરમાં જ શાનદાર ફોર ફટકારી હતી.

લખનૌએ પંજાબને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો

મોહસીન ખાન છેલ્લી ઓવરમાં રનઆઉટ થયો હતો. તેણે 2 રન બનાવ્યા હતા. નવીન ઉલ હક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ક્રિઝ પર આવ્યો હતો. કૃણાલ પંડ્યા 22 બોલમાં 43 રન બનાવીને અણનમ રહ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. નિકોલસ પુરને 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. સેમ કુરાને 3, અર્શદીપ સિંહે 2, કાગિસો રબાડા અને રાહુલ ચહરે 1-1 વિકેટ લીધી હતી.

સેમ કુરાને રવિ બિશ્નોઈને પેવેલિયન મોકલ્યો હતો

રવિ બિશ્નોઈને સેમ કુરાને પેવેલિયન મોકલ્યો હતો. જોકે, કુરન હેટ્રિક ચૂકી ગયો હતો. કૃણાલ પંડ્યા 35 રન બનાવીને ક્રીઝ પર, મોહસીન ખાન 2 રન બનાવીને ક્રીઝ પર છે. લખનૌએ 19 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા.

સેમ કુરાને આયુષ બદોનીને પેવેલિયન મોકલ્યો હતો

આયુષ બદોનીને સેમ કુરાને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 8 રન બનાવ્યા હતા. લખનૌએ 18.4 ઓવરમાં 6 વિકેટે 189 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા 16 બોલમાં 35 રન બનાવીને ક્રિઝ પર છે. નવો બેટ્સમેન રવિ બિશ્નોઈ છે.

નિકોલસ પૂરનને કાગિસો રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો

નિકોલસ પૂરનને કાગિસો રબાડાએ પેવેલિયન મોકલ્યો હતો. તેણે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. લખનૌએ 15.3 ઓવરમાં 5 વિકેટે 150 રન બનાવ્યા છે. કૃણાલ પંડ્યા નવો બેટ્સમેન છે. આયુષ બદોની 4 રન બનાવીને ક્રિઝ પર છે.

ક્વિન્ટન ડી કોક અડધી સદી ફટકારીને આઉટ થયો હતો

ક્વિન્ટન ડી કોક અડધી સદી ફટકારીને આઉટ થયો છે. તેણે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. અર્શદીપ સિંહને વિકેટ મળી હતી. નિકોલસ પૂરન 25 રન બનાવીને ક્રિઝ પર છે. લખનૌએ 13.1 ઓવરમાં 4 વિકેટે 125 રન બનાવ્યા છે. નવો બેટ્સમેન આયુષ બદોની છે.

ક્વિન્ટન ડી કોક અને નિકોલસ પૂરન ક્રીઝ પર

લખનૌએ 12 ઓવરમાં 3 વિકેટે 115 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોક 47 રન અને નિકોલસ પૂરન 24 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 20 બોલમાં 37 રનની ભાગીદારી થઈ હતી.

રાહુલ ચહરે માર્ક્સ સ્ટોઈનિસને પેવેલિયન મોકલ્યો હતો

રાહુલ ચહરે માર્ક્સ સ્ટોઈનિસને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 12 બોલમાં 19 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોક 34 રન બનાવીને ક્રિઝ પર છે. લખનૌનો સ્કોર 8.4 ઓવરમાં 3 વિકેટે 78 રન છે. નવો બેટ્સમેન નિકોલસ પૂરન છે.

સેમ કુરન દ્વારા દેવદત્ત પડિકલને પેવેલિયન મોકલવામાં આવ્યો હતો

દેવદત્ત પડિકલને સેમ કુરન દ્વારા પેવેલિયનમાં મોકલવામાં આવ્યો હતો. તેણે 9 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોક 20 રન બનાવીને ક્રિઝ પર છે. લખનૌ સુપર જાયન્ટ્સે 5.1 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા હતા.

અર્શદીપ સિંહે કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યો હતો

અર્શદીપ સિંહે કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 9 બોલમાં 15 રન બનાવ્યા હતા. લખનૌએ 4 ઓવરમાં 1 વિકેટે 35 રન બનાવ્યા છે. ક્વિન્ટન ડી કોક 19 અને દેવદત્ત પડિક્કલ ખાતું ખોલાવ્યા વિના ક્રિઝ પર.

લખનૌએ બેટિંગ શરૂ કરી

લખનૌએ બેટિંગ શરૂ કરી, કે એલ રાહુલ અને ડીકોક ઓપનિંગ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા

પંજાબ પ્લેઈંગ 11

શિખર ધવન (કે.), જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, પ્રભસિમરન સિંહ, સેમ કુરન, જીતેશ શર્મા (ડબ્લ્યુ), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

લખનઉ પ્લેઈંગ 11

ક્વિન્ટન ડી કોક (wk), કેએલ રાહુલ, દેવદત્ત પડીક્કલ, આયુષ બદોની, નિકોલસ પૂરન (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, મણિમરણ સિદ્ધાર્થ.

લખનૌએ ટોસ જીત્યો, પંજાબ પ્રથમ બોલિંગ કરશે

પંજાબ સામે લખનૌની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલ આ મેચ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે. નિકોલસ પુરન લખનૌની કેપ્ટનશીપ કરી રહ્યા છે. રાહુલ વિશે પુરને કહ્યું કે કેએલ ઈજામાંથી પરત ફરી રહ્યો છે અને અમે તેને આટલી લાંબી ટૂર્નામેન્ટમાં બ્રેક આપવા માંગીએ છીએ, પરંતુ આજે તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે.

તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં અત્યાર સુધી એક મેચ રમી છે. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાલમાં IPL 2024ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે.

આ બાજુ શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે આ સિઝનમાં બે મેચ રમી છે, જેમાંથી તેણે એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સના 2 પોઈન્ટ છે અને તે IPL 2024ના પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

પંજાબ કિંગ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2024 પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલવાનો પ્રયાસ કરશે. જ્યારે પંજાબ કિંગ્સની નજર જીતના માર્ગે પરત ફરવા પર હશે.

લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ ગુજરાતી ન્યૂઝ ક્રિકેટ IPL