LSG vs KKR Head To Head Records : આઈપીએલમાં કોલકાતા વિ. લખનઉ વચ્ચે મુકાબલો, કઇ ટીમનો છે દબદબો

LSG vs KKR Head To Head Records : કોલકાતાની ટીમ આ સિઝનમાં 10 મેચ રમી છે, જેમાં 7 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ લખનઉની ટીમનો 10 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

LSG vs KKR Head To Head Records : કોલકાતાની ટીમ આ સિઝનમાં 10 મેચ રમી છે, જેમાં 7 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ લખનઉની ટીમનો 10 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
LSG vs KKR Head To Head Records, LSG vs KKR, IPL 2024

IPL 2024, LSG vs KKR : આઈપીએલ 2024ની 54મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback LSG vs KKR : આઈપીએલ 2024ની 54મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 5 મે ના રોજ સાંજે 7.30 કલાકે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. કોલકાતાની ટીમ આ સિઝનમાં 10 મેચ રમી છે, જેમાં 7 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ લખનઉની ટીમનો 10 મેચમાંથી 6 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં લખનઉ અને કોલકાતા વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનઉનો દબદબો જોવા મળે છે.

Advertisment

લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં લખનઉ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 161 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 208 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. આ સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે કોલકાતાનો વિજય થયો હતો.

આ પણ વાંચો - પ્રેક્ટિસ કરી હોવા છતા ઋતુરાજ ગાયકવાડ 10 માંથી 9 વખત ટોસ હાર્યો, છલકાયું દર્દ

હોમગ્રાઉન્ડમાં લખનઉ અને કોલકાતાનો રેકોર્ડ

લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે હજુ સુધી એક પણ મેચ રમાઇ નથી. આ મેદાનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. બીજી તરફ કોલકાતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચ રમાઇ છે. જેમાં 1 મેચમાં કોલકાતાનો અને 1 મેચમાં લખનઉનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે અને બન્ને મેચમાં લખનઉનો વિજય થયો છે.

લખનઉ સુપર જાયન્ટ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ કે એલ રાહુલ IPL સ્પોર્ટ્સ