LSG vs MI Head To Head Records : આઈપીએલમાં મુંબઈ વિ લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેવો છે રેકોર્ડ

LSG vs MI Head To Head : લખનઉની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે

LSG vs MI Head To Head : લખનઉની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
New Update
LSG vs MI Head To Head Records, LSG vs MI, IPL 2024

LSG vs MI Head To Head Records : આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback LSG vs MI : આઈપીએલ 2024ની 48મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 30 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાશે. લખનઉની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 5 મેચમાં વિજય થયો છે જ્યારે 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 9 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં લખનઉ અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનઉનો દબદબો જોવા મળે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 4 મુકાબલા થયા છે. જેમાં 3 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 182 અને લોએસ્ટ સ્કોર 132 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 2 મુકાબલા થયા હતા. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024, કોલકાતાનો આસાન વિજય, વરુણ ચક્રવર્તી અને ફિલ સોલ્ટ ઝળક્યા

હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને લખનઉનો રેકોર્ડ

લખનઉના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને જેમાં લખનઉનો વિજય થયો છે. બીજી તરફ મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં લખનઉનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે. જેમાં 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 1 લખનઉનો વિજય થયો છે.

મુંબઈ ઈન્ડિયન્સ લખનઉ સુપર જાયન્ટ્સ હાર્દિક કે એલ રાહુલ IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ