MI vs LSG Pitch Report, IPL 2024: આજે મુંબઈ અને લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેવો રહેશે પીચ અને મોસમનો મિજાજ

Lucknow MI vs LSG, Pitch Report & Weather Report: લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમની ધીમી પીચને કારણે સામાન્ય રીતે મેચોમાં ઓછા સ્કોર થાય છે. સ્પિન બોલરો અહીં સારું પ્રદર્શન કરે છે.

Written by Ankit Patel
April 30, 2024 14:12 IST
MI vs LSG Pitch Report, IPL 2024: આજે મુંબઈ અને લખનઉ વચ્ચે ટક્કર, જાણો કેવો રહેશે પીચ અને મોસમનો મિજાજ
MI vs LSG 2024, IPL Match Today: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ Photo - x, @LucknowIPL @mipaltan

MI vs LSG, Lucknow Weather and Pitch Report: આજે મંગળવારે, 30 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. LSG અત્યારે 9 માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે. તેણે છેલ્લી 5માંથી 2 મેચ જીતી છે.

મુંબઈ ઈન્ડિયન્સ 9માંથી માત્ર 3 મેચ જીતી શકી છે. IPL 2024ના પોઈન્ટ ટેબલમાં તે નવમા નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પણ છેલ્લી 5માંથી 2 મેચ જીતી છે. 30મી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો જન્મદિવસ છે. 30 એપ્રિલ 2024ના રોજ તેઓ 37 વર્ષના થશે.

LSG vs MI : એકના ક્રિકેટ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમની ધીમી પીચને કારણે સામાન્ય રીતે મેચોમાં ઓછા સ્કોર થાય છે. સ્પિન બોલરો અહીં સારું પ્રદર્શન કરે છે કારણ કે જેમ જેમ મેચ આગળ વધે છે તેમ બોલ ટર્ન થવા લાગે છે અને પીચ પર રહેવા લાગે છે. એકના ક્રિકેટ સ્ટેડિયમની પીચ લાલ માટીની છે.

MI vs LSG IPL 2024 Playing XI Prediction: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ
MI vs LSG 2024, IPL Match Today: મુંબઈ વિ. લખનઉ, આઈપીએલ 2024ની 48મી મેચ Photo – x, @LucknowIPL @mipaltan

આ ટ્રેકના આંકડાઓ પર નજર કરીએ તો સામાન્ય રીતે ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરે છે અને બીજી ટીમને મોટું લક્ષ્ય આપવાનો પ્રયાસ કરે છે. જો કે, આ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં લખનઉનો સ્કોર 196/5 હતો અને રાજસ્થાન રોયલ્સે માત્ર 19 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

LSG vs MI : લખનઉ હવામાનની આગાહી

હવામાનની આગાહી લખનઉ સુપર જાયન્ટ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ મેચ માટે લગભગ આદર્શ સ્થિતિ દર્શાવે છે. લખનઉમાં 30 એપ્રિલ 2024ની સાંજે તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે. આકાશ અંશે વાદળછાયું રહી શકે છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. ભેજ લગભગ 13 ટકા રહેશે. આ સ્ટેડિયમમાં દર્શકોને મેચનો આનંદ માણવા માટે આરામદાયક વાતાવરણની ખાતરી આપે છે.

આ પણ વાંચોઃ- ટી 20 વર્લ્ડ કપ 2024 : ટીમની જાહેરાત કરવાનો અંતિમ દિવસ ક્યારે છે, જાણો ભારતની સંભવિત ટીમ

LSG vs MI : હેડ 2 હેડ રેકોર્ડ્સ

લખનઉ અને મુંબઈ અત્યાર સુધીમાં એકબીજા સામે ચાર આઈપીએલ મેચ રમી ચૂક્યા છે. એલએસજીએ ત્રણ અને MIએ એક જીત મેળવી છે. MI સામે લખનઉનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 199 રન છે. LSG સામે MIનો સર્વોચ્ચ સ્કોર 182 રન છે.

આ પણ વાંચોઃ- ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કોચને પાકિસ્તાને બનાવ્યા હેડ કોચ, પીસીબીએ કરી જાહેરાત

છેલ્લી વખત આ બંને ટીમો ગયા વર્ષે એલિમિનેટરમાં સામસામે આવી હતી, તે મેચમાં MIએ 20 ઓવરમાં 182/8 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આકાશ મધવાલે 3.3 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લીધી હતી. આકાશ માધવાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લી સિઝન એટલે કે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની કમાન રોહિત શર્માના હાથમાં હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ