IPL Flashback MI vs RR : આઈપીએલ 2024ની 14મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈની ટીમ આ સિઝનમાં બે મેચ રમી છે અને બન્ને મેચમાં પરાજય થયો છે. જ્યારે રાજસ્થાન રોયલ્સનો બન્ને મેચમાં વિજય થયો છે. આઈપીએલમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે મુંબઈનું પલડું થોડું વધારે મજબૂત જોવા મળે છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 28 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં રાજસ્થાન રોયલ્સ વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 90 રન છે. 2023ની સિઝનમાં એક મેચમાં મુંબઈનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024, દિલ્હી કેપિટલ્સે ચેન્નઇને હરાવી કર્યા જીતના શ્રીગણેશ
હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને રાજસ્થાનનો રેકોર્ડ
મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે મુંબઈ બાજી મારી જાય છે. મુંબઈમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે 10 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 4 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. રાજસ્થાનના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 7 મેચો રમાઇ છે. જેમાં 2 મેચમાં મુંબઈનો અને 5 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.
હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં મુંબઈનો 7 મેચમાં વિજય થયો છે અને રાજસ્થાનનો 3 મેચમાં વિજય થયો છે. એક મેત અનિર્ણિત રહી હતી.