આઈપીએલ પહેલા એમએસ ધોનીએ ચોંકાવ્યા, લખ્યું- નવી સિઝન અને નવા રોલની રાહ નથી જોઇ શકતો

MS Dhoni latest Facebook post : એમએસ ધોનીએ હંમેશા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ફેસબુક પર પોસ્ટ કરીને ફરીથી આવું જ કર્યું છે. પ્રશંસકો અલગ-અલગ અંદાજ લગાવી રહ્યા છે

MS Dhoni latest Facebook post : એમએસ ધોનીએ હંમેશા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ફેસબુક પર પોસ્ટ કરીને ફરીથી આવું જ કર્યું છે. પ્રશંસકો અલગ-અલગ અંદાજ લગાવી રહ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ms dhoni, ipl 2024

આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થશે. (આઈપીએલ ફાઇલ ફોટો)

IPL 2024 : આઈપીએલ 2024 શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે. સિઝન શરૂ થાય તે પહેલા જ ધોનીએ એક ફેસબુક પર પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. ધોનીએ વર્ષો બાદ ફેસબુક પર એક પોસ્ટ કરી છે. ધોનીએ આ પોસ્ટમાં આઇપીએલનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ચાહકો આ પોસ્ટને આઇપીએલ સાથે જ જોડીને જોઇ રહ્યા છે.

Advertisment

ધોનીની ફેસબુક પોસ્ટ વાયરલ

ધોનીએ હંમેશા ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. ફેસબુક પર પોસ્ટ કરીને ફરીથી આવું જ કર્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર લખ્યું કે હું નવી સિઝન અને નવા રોલની રાહ નથી જોઇ શકતો. મારી સાથે બન્યા રહો. ધોનીએ આ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું નથી કે તે કઈ સિઝનમાં અને કઈ ભૂમિકાની વાત કરી રહ્યો છે. ધોનીના આ સસ્પેન્સને કારણે ચાહકો આતુર બની ગયા છે, જેઓ અલગ-અલગ અંદાજ લગાવી રહ્યા છે.

પ્રશંસકો અલગ-અલગ અંદાજ લગાવી રહ્યા છે

પ્રશંસકો આ પોસ્ટને આઈપીએલ સાથે જોડીને જોઈ રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે ધોની ઓપનિંગ કરવાનો છે. સાથે જ કેટલાકનું કહેવું છે કે ધોની નિવૃત્તિ લઇને કોચ બની શકે છે. કેટલાક પ્રશંસકોનું માનવું છે કે આ પોસ્ટ ધોનીની પ્રોડક્શન કંપની વિશે પણ હોઇ શકે છે. ધોનીએ તેની પોસ્ટ સાથે એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં જ સસ્પેન્સ ખોલશે અને જણાવશે કે તે કઈ સિઝન અને ભૂમિકા વિશે વાત કરી રહ્યો છે.

આ પણ વાંચો - હાર્દિક પંડ્યા સદી અને અડધી સદીને કેમ ગણે છે સમયની બર્બાદી, જાણો કારણ

Advertisment

ધોની હાલ જામનગરમાં હતો

ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે 22 માર્ચથી શરૂ થઈ રહેલી નવી સિઝન પહેલા પોતાનો કેમ્પ શરૂ કરી દીધો છે. ટીમના લગભગ તમામ ખેલાડીઓ તૈયારી માટે કેમ્પમાં જોડાયા છે. જોકે મહેન્દ્રસિંહ ધોની હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી. હાલ તે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા માટે જામનગર આવ્યો હતો. તેની સાથે સાક્ષી ધોની પણ જોવા મળી હતી.

Mahendra Singh Dhoni IPL સ્પોર્ટ્સ