MI vs KKR Head To Head Records : આઈપીએલમાં મુંબઈ વિ. કોલકાતા વચ્ચે મુકાબલો, કઇ ટીમનું છે પ્રભુત્વ

MI vs KKR Head To Head : કોલકાતાની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 6 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 10 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે

MI vs KKR Head To Head : કોલકાતાની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 6 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 10 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs KKR Head To Head Records, MI vs KKR, IPL 2024

IPL2024, MI vs KKR : આઈપીએલ 2024ની 51મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback MI vs KKR : આઈપીએલ 2024ની 51મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 3 મે ના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કોલકાતાની ટીમ આ સિઝનમાં 9 મેચ રમી છે, જેમાં 6 મેચમાં વિજય થયો છે જ્યારે 3 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 10 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 7 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો મુંબઈનો દબદબો જોવા મળે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 23 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 9 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 210 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. જ્યારે કોલકાતાનો હાઇએસ્ટ સ્કોર 232અને લોએસ્ટ સ્કોર 67 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે 1 મેચ રમાઇ હતી. જેમાં મુંબઈનો વિજય થયો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024 : પ્રેક્ટિસ કરી હોવા છતા ઋતુરાજ ગાયકવાડ 10 માંથી 9 વખત ટોસ હાર્યો, છલકાયું દર્દ

હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને કોલકાતાનો રેકોર્ડ

મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 10 મેચ રમાઇ છે. જેમાં મુંબઈનો 9 મેચમાં વિજય થયો છે. જ્યારે કોલકાતાનો ફક્ત 1 મેચમાં વિજય થયો છે. બીજી તરફ કોલકાતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 10 મેચ રમાઇ છે. જેમાં 3 મેચમાં કોલકાતાનો અને 7 મેચમાં મુંબઈનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 13 મેચો રમાઇ છે. જેમાં 8 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 5 મેચમાં કોલકાતાનો વિજય થયો છે.

મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઇટ રાઇડર્સ હાર્દિક IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ