IPL Flashback LSG vs MI : આઈપીએલ 2024ની 67મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 મે ના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. લખનૌની ટીમ આ સિઝનમાં 13 મેચ રમી છે, જેમાં 6 મેચમાં વિજય થયો છે જ્યારે 7 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈની ટીમનો 13 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 9 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં લખનૌ અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો લખનૌનો દબદબો જોવા મળે છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં મુંબઈ અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાં 4 મેચમાં લખનૌનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનૌનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 101 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 182 અને લોએસ્ટ સ્કોર 132 રન છે. આ સિઝનમાં બન્ને પ્રથમ ટાઉન્ડમાં ટકરાયા ત્યારે લખનૌનો 4 વિકેટે વિજય થયો હતો.
મેચ મુંબઇ ઇન્ડિયન્સ જીત લખનૌ સુપર જાયન્ટ્સ જીત અનિર્ણિત 05 01 04 00
આ પણ વાંચો – આઈપીએલ 2024, વરસાદના કારણે મેચ રદ, હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચ્યું
હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને લખનૌનો રેકોર્ડ
લખનૌના હોમગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં બન્ને વચ્ચે 2 મેચ રમાઇ છે અને બન્ને મેચમાં લખનૌનો વિજય થયો છે. બીજી તરફ મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે. જેમાં લખનૌનો વિજય થયો છે.
હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે. જેમાં 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. જ્યારે 1 લખનૌનો વિજય થયો છે.
MI vs LSG આખરી પાંચ મેચનું પરિણામ
મુંબઇ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી આખરી પાંચ મેચના પરિણામની વાત કરીએ તો લખનૌ સુપર જાયન્ટ્સનું પલડું ભારે રહ્યું છે. લખનૌ ચાર મેચ જીત્યું છે જ્યારે મુંબઇ એક જ મેચ જીતી શક્યું છે. અહીં ખાસ વાત એ પણ છે કે, પ્રથમ દાવ લેનાર ટીમની જીતવાની શક્યતાઓ વધે છે. પાંચ મેચ પૈકી ચાર મેચમાં પ્રથમ બેટીંગ કરનાર ટીમ જીતી છે.
તારીખ વિજેતા જીત મેદાન 30 એપ્રિલ 2024 લખનૌ સુપર જાયન્ટ્સ 4 વિકેટથી લખનૌ 24 મે 2023 મુંબઇ ઇન્ડિયન્સ 81 રનથી મુંબઇ 16 મે 2023 લખનૌ સુપર જાયન્ટ્સ 5 રન લખનૌ 25 એપ્રિલ 2022 લખનૌ સુપર જાયન્ટ્સ 18 રન મુંબઇ 16 એપ્રિલ 2022 લખનૌ સુપર જાટન્ટ્સ 36 રન મુંબઇ
IPL 2024 MI vs LSG 30 એપ્રિલ 2024 મેચ હાઈલાઇટ્સ
વિગત મુંબઇ ઇન્ડિયન્સ લખનૌ સુપર જાયન્ટ્સ ટોસ હાર ટોસ જીતી ફિલ્ડીંગ લીધી સ્કોર 144/7 (20 ઓવર) 145/6 (19.1 ઓવર) બેસ્ટ બેટ્સમેન નેહલ વાઢેરા 46 રન માર્કસ સ્ટોઇનસ 62 રન બેસ્ટ બોલિંગ હાર્દિક પંડ્યા 26 રનમાં 2 વિકેટ મોહસીન ખાન 36 રનમાં 2 વિકેટ પ્લેયર ઓફ ધ મેચ માર્કસ સ્ટોઇનસ (62 રન અને 1 વિકેટ)
અહીં નોંધનિય છે કે, આઇપીએલ ટી20 ટુર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ વિ મુંબઇ ઇન્ડિયન્સ મેચમાં લખનૌ મુંબઇને ભારે પડ્યું છે.





