MI vs SRH Head To Head Records : આઈપીએલમાં મુંબઈ વિ. હૈદરાબાદ વચ્ચે મુકાબલો, કઇ ટીમનું છે પ્રભુત્વ

MI vs SRH Head To Head : આઈપીએલની 2024ની સિઝનમાં બન્ને એક વખત ટકરાયા છે. જેમાં હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બનાવતા 277 રન ફટકાર્યા હતા. બીજી તરફ મુંબઈએ પણ 246 રન બનાવ્યા હતા. આ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો

MI vs SRH Head To Head : આઈપીએલની 2024ની સિઝનમાં બન્ને એક વખત ટકરાયા છે. જેમાં હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બનાવતા 277 રન ફટકાર્યા હતા. બીજી તરફ મુંબઈએ પણ 246 રન બનાવ્યા હતા. આ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs SRH Head To Head Records, MI vs SRH, IPL 2024

IPL 2024, SRH vs MI : આઈપીએલ 2024ની 55મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback SRH vs MI : આઈપીએલ 2024ની 55મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 6 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મુંબઈમા વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2024માં હૈદરાબાદની ટીમ 10 મેચ રમી છે. જેમાં 6 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈનો ટીમનો 11 મેચમાં 3 માં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે મુંબઈનું પલડું સહેજ ભારે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 22 મેચો રમાઇ છે. જેમાં 12 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 10 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 246 અને લોએસ્ટ સ્કોર 87 રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર 277 અને લોએસ્ટ સ્કોર 96 રન છે.

આ પણ વાંચો - 12 વર્ષ પછી કોલકાતાની વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે જીત, મુંબઈ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર

આઈપીએલની 2024ની સિઝનમાં બન્ને એક વખત ટકરાયા છે. જેમાં હૈદરાબાદે આઈપીએલના ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર બનાવતા 277 રન ફટકાર્યા હતા. બીજી તરફ મુંબઈએ પણ 246 રન બનાવ્યા હતા. આ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો.

Advertisment

હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને હૈદરાબાદનો રેકોર્ડ

હૈદરાબાદના હોમગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર બન્ને વચ્ચે 9 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં મુંબઈનો અને 5 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બીજી તરફ મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને વચ્ચે 7 મેચ રમાઇ છે. જેમાં 5 મેચમાં મુંબઈનો અને 2 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 6 મેચમાં રમાઇ છે. બન્ને ટીમનો 3-3 મેચમાં વિજય થયો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ