ઠોકો તાલી : નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી વચ્ચે આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરશે

IPL 2024 : નવજોત સિંહ સિદ્ધુ લાંબા સમય પછી કોમેન્ટ્રી પર પાછા ફરશે. કોમેન્ટ્રી દરમિયાન તેમનો શેર-શાયરીનો અંદાજ લોકોને ઘણો રોમાંચિત કરે છે. આઈપીએલની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચે થશે

Written by Ashish Goyal
March 19, 2024 14:48 IST
ઠોકો તાલી : નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી વચ્ચે આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરશે
નવજોત સિંહ સિદ્ધુ આઈપીએલ 2024માં કોમેન્ટ્રી કરતા જોવા મળશે (File)

IPL 2024 : કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ લોકસભા ચૂંટણી 2024 વચ્ચે આઈપીએલ 2024 (IPL2024) માં કોમેન્ટ્રી કરતા જોવા મળશે. શેરી પા લાંબા સમય પછી કોમેન્ટ્રી પર પાછા ફરશે. કોમેન્ટ્રી દરમિયાન તેમનો શેર-શાયરીનો અંદાજ લોકોને ઘણો રોમાંચિત કરે છે. તે અલગ-અલગ બ્રોડકાસ્ટર્સ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે-સાથે આઇપીએલમાં પણ કોમેન્ટ્રી કરી ચુક્યા છે.

આઈપીએલની 17મી સિઝનની શરૂઆત 22 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વચ્ચેની મેચથી થશે. આ પહેલા સ્ટાર સ્પોર્ટ્સે જાણકારી આપી છે કે નવજોત સિંહ સિદ્ધુ કોમેન્ટ્રી કરતા જોવા મળશે. સિદ્ધુએ 2001માં ભારતના શ્રીલંકા પ્રવાસ દરમિયાન કોમેન્ટ્રીની શરૂઆત કરી હતી.

સિદ્ધુની ક્રિકેટ કારકિર્દી

સિદ્ધુ બહુ જલદી પોતાના મજાકિયા વન-લાઇનર્સ માટે પ્રખ્યાત થઈ ગયા હતા. કોમેડી અને ક્રિકેટની એવી માહિતી આપી કે તેમની કોમેન્ટ્રી ઘેર-ઘેર જાણીતી બની હતી. સિદ્ધુના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેમની ગણના સ્ટાઇલિશ બેટ્સમેનોમાં થતી હતી. તેમની કારકિર્દી 1983થી 1998 સુધી ચાલી હતી. 15 વર્ષમાં 51 ટેસ્ટ અને 136 વન ડેમાં 15 સદી અને 48 અડધી સદી સાથે અનુક્રમે 3202 અને 4413 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો – હાર્દિક પંડ્યાએ કહ્યું – આખી સિઝન મારા ખભા પર હશે રોહિતનો હાથ, જોકે આ સવાલ પર રહ્યો મૌન

માત્ર રાજકારણ જ નહીં, મનોરંજન જગતમાં પણ આપ્યું છે યોગદાન

સિદ્ધુ 2004માં ભાજપમાં જોડાયા હતા. તેમણે સંસદના બંને ગૃહોમાં સેવા આપી છે. તેઓ પંજાબ સરકારમાં મંત્રી પદ પર પણ સંભાળી ચૂક્યા છે. ભાજપ સાથે છેડો ફાડીને સિદ્ધુ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. ક્રિકેટ અને રાજકારણ ઉપરાંત મનોરંજન જગતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. તે બિગ બોસ, ધ કપિલ શર્મા શો, લાફ્ટર ચેલેન્જ, ટી20 સાથે એક્સ્ટ્રા ઇનિંગ્સ વગેરે જેવા ઘણા લોકપ્રિય શોમાં રહી ચૂક્યા છે. તેમણે ટેલિવિઝન સિરિયલોમાં પણ કામ કર્યું છે.

ગત દિવસોમાં સિદ્ધુને એક જૂના કેસમાં જેલમાં જવું પડ્યું હતું. આ દરમિયાન લોકસભા ચૂંટણી નજીક છે, પરંતુ તેઓ રાજકીય ક્ષેત્રે નહીં પરંતુ ક્રિકેટના કોમેન્ટ્રી બોક્સમાં લોકોનું મનોરંજન કરતા જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ