IPL 2024 Opening Ceremony: આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર સહિત આ સ્ટાર્સ કરશે પર્ફોમન્સ

IPL 2024: આઈપીએલ 2024ની ભવ્ય ઓપનિંગ સેરેમની 22 માર્ચે સાંજે 6.30 કલાકેથી શરુ થશે. જેમાં બોલિવુડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ કરશે

Written by Ashish Goyal
March 21, 2024 15:42 IST
IPL 2024 Opening Ceremony: આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર સહિત આ સ્ટાર્સ કરશે પર્ફોમન્સ
IPL 2024 Opening Ceremony: આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર પર્ફોમન્સ કરશે (Photo: Varinder Chawla)

IPL 2024 opening ceremony Live Streaming : આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી ચેન્નઇના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં થશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચ રાત્રે 8.00 કલાકેથી શરુ થશે. મેચ પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાશે. જેમાં બોલિવુડના સુપરસ્ટાર્સ પર્ફોમન્સ કરશે. આ વર્ષે આઇપીએલના ઉદ્ઘાટન સમારોહમાં કોણ પર્ફોમન્સ કરવા જઈ રહ્યું છે? તેને ક્યાં જોઈ શકાશે? ઉદ્ઘાટન સમારોહનો સમય કેટલો છે? અહીં તમારા બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે.

આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની ક્યારે છે?

ટાટા આઈપીએલ 2024ની ઓપનિંગ સેરેમની આવતીકાલે શુક્રવારને 22 માર્ચે યોજાશે.

ઓપનિંગ સેરેમનીનો સમય કયો છે? (IPL 2024 opening ceremony timings)

ઓપનિંગ સેરેમની સાંજે 6.30 વાગ્યાથી યોજાશે.

આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં કોણ પર્ફોમન્સ કરશે? (IPL 2024 opening ceremony Celebrities List)

આઇપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, જાણીતા ગાયક સોનુ નિગમ અને એ.આર.રહેમાન પરફોર્મ કરશે. આ ભવ્ય સમારંભમાં દેશી સ્ટાર્સ ઉપરાંત ડીજે એક્સવેલનો પણ મહત્વનો કેમિયો જોવા મળશે. ગયા વર્ષે તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના, અને સિંગર અરિજિત સિંહે આઇપીએલના ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપ્યું હતું.

આ પણ વાંચો – આઈપીએલ 2024ના રસપ્રદ નિયમો જાણો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગ થતા નથી

ઓપનિંગ સેરેમની ક્યાં યોજાશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગનો ઉદ્ઘાટન સમારંભ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. તે ચેપોક તરીકે જાણીતું છે.

ઓપનિંગ સેરેમની લાઇવ ક્યાં જોવા મળશે?

જો તમે તમારા ફોન અથવા લેપટોપ પર ઓપનિંગ સેરેમની જોવા માંગો છો તો જિયો સિનેમા આ ઇવેન્ટને ફ્રી માં લાઇવસ્ટ્રીમ કરશે. જો તમે તેને ટીવી પર જોવા માંગતા હો તો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જોવા મળશે.

આઈપીએલની ગત સિઝનમાં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની હતી. આ વખતે પણ ધોનીની ટીમ પર બધાની નજર છે. પ્રથમ મેચમાં આરસીબી સામે ટકરાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ