PBKS vs GT Head To Head Records: આઈપીએલમાં ગુજરાત વિ. પંજાબ હેડ ટુ હેડ, બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન

PBKS vs GT Head To Head : ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 7 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે

PBKS vs GT Head To Head : ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 7 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
GT vs PBKS Head To Head, GT vs PBKS, IPL 2024

IPL 2024, PBKS vs GT : આઈપીએલ 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback PBKS vs GT : આઈપીએલ 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 21 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મુલ્લાનપુરમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સનો 7 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં ગુજરાત અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.

Advertisment

ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં ગુજરાત અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચો રમાઇ છે. જેમાં 2 મેચમાં ગુજરાતનો વિજય થયો છે અને 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 199 અને લોએસ્ટ સ્કોર 143 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 200 અને લોએસ્ટ સ્કોર 53 રન છે. 2024ની સિઝનમાં બન્ને એક વખત ટકરાયા છે. જેમાં પંજાબનો વિજય થયો હતો.

આ પણ વાંચો - સૂર્યકુમાર કે બટલર નહીં , કેન વિલિયમ્સનના મતે આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં બનાવી શકે છે 200 રન

હોમગ્રાઉન્ડમાં ગુજરાત અને પંજાબનો રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સના હોમગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ છે. જેમાં પંજાબનો વિજય થયો હતો. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ પીસીએ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 1 મેચ રમાઇ છે અને આ મેચમાં ગુજરાતનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 2 મેચો રમાઇ છે. જેમાં 1 મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં પંજાબનો વિજય થયો છે.

પંજાબ કિંગ ગુજરાત ટાઇટન્સ shubman gill IPL સ્પોર્ટ્સ