IPL Flashback PBKS vs SRH : આઈપીએલ 2024ની 23મી મેચમાં પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 9 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુરમાં રમાશે. પંજાબ કિંગ્સની ટીમ આ સિઝનમાં ચાર મેચ રમી છે. જેમાં 2 મેચમાં વિજય મેળવ્યો છે જ્યારે 2 મેચમાં પરાજય થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો 4 મેચમાંથી 2 માં વિજય થયો છે અને 2 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો હૈદરાબાદનો દબદબો જોવા મળે છે.
પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ હેડ ટુ હેડ
આઈપીએલમાં પંજાબ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં 21 મુકાબલા થયા છે. જેમાંથી 14 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે જ્યારે 7 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 114 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 211 અને લોએસ્ટ સ્કોર 119 રન છે. 2023ની સિઝનમાં બન્ને વચ્ચે એક મેચ રમાઇ હતી. જેમાં હૈદરાબાદનો વિજય થયો છે.
આ પણ વાંચો – જો સ્ટ્રાઇક રેટ પસંદગીનો માપદંડ બનશે તો કેએલ રાહુલને નહીં મળે ટી 20 વર્લ્ડ કપની ટિકિટ, જાણો આંકડા
હોમગ્રાઉન્ડમાં પંજાબ અને હૈદરાબાદનો રેકોર્ડ
પંજાબ કિંગ્સના હોમગ્રાઉન્ડ પીસીએ સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને ટીમો વચ્ચે 6 મેચ રમાઇ છે. જેમાં 2 મેચમાં પંજાબનો વિજય થયો છે અને 4 મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બીજી તરફ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં હૈદરાબાદનો 7 મેચમાં વિજય થયો છે અને પંજાબનો 5 મેચમાં વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો પંજાબ અને હૈદરાબાદ વચ્ચે 7 મેચ રમાઇ છે. જેમાં 3 મેચમાં હૈદરાબાદનો અને 4 મેચમાં પંજાબનો વિજય થયો છે.





