IPL Auction 2024 : આઈપીએલ હરાજી 2024માં 333 ખેલાડીઓની લાગશે બોલી, જાણો કઈ ટીમમાં કેટલા સ્થાન ખાલી છે અને પર્સમાં કેટલા રૂપિયા બચ્યા

IPL Auction : આઈપીએલ હરાજીમાં 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય ખેલાડીઓ છે અને 119 વિદેશી ખેલાડીઓ છે. કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે

Written by Ashish Goyal
December 11, 2023 22:56 IST
IPL Auction 2024 : આઈપીએલ હરાજી 2024માં 333 ખેલાડીઓની લાગશે બોલી, જાણો કઈ ટીમમાં કેટલા સ્થાન ખાલી છે અને પર્સમાં કેટલા રૂપિયા બચ્યા
આઈપીએલ ટ્રોફી (તસવીર -સોશિયલ મીડિયા)

IPL Auction 2024 : આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈના કોલા કોલા એરેનામાં યોજાશે અને આ વખતે કુલ 333 ક્રિકેટરો તેમાં ભાગ લેશે. 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય ખેલાડીઓ છે અને 119 વિદેશી ખેલાડીઓ છે. વિદેશી ખેલાડીઓમાં 2 ખેલાડીઓ એસોસિએટ દેશોના છે, જ્યારે કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 અને અનકેપ્ડ ખેલાડીઓની સંખ્યા 215 છે.

આ વખતે ખેલાડીઓ માટે કુલ 77 સ્લોટ ઉપલબ્ધ છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રાખવામાં આવ્યા છે. આ હરાજીમાં 23 ખેલાડીઓ એવા છે કે જેઓ મહત્તમ બેઝિક પ્રાઇસ એટલે કે બે કરોડ રૂપિયાના બેઝના બ્રાઇકેટમાં છે. જ્યારે 13 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા છે. 19 ડિસેમ્બરે યોજાનારી હરાજી ભારતીય સમય પ્રમાણે બપોરે 2:30 વાગ્યાથી શરુ થશે.

કઈ ટીમો પાસે કેટલા સ્થાન ખાલી છે અને પર્સમાં કેટલા પૈસા છે

ટીમોની ખાલી જગ્યાઓની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ પાસે આ સિઝન માટે 6 સ્થાન ખાલી છે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે, જ્યારે ટીમ પાસે પર્સમાં હજુ 31.4 કરોડ રૂપિયા બચ્યા છે. દિલ્હી કેપિટલ્સમાં જ સ્થાનય ખાલી છે, જેમાંથી 4 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે જ્યારે આ ટીમ પાસે આ હરાજી માટે પર્સમાં 28.95 કરોડ રૂપિયા બચ્યા છે. ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આ ટીમમાં 38.15 કરોડ રૂપિયા બચ્યા છે અને આ ટીમમાં ખેલાડીઓ માટે 8 સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડી છે.

આ પણ વાંચો – WPLની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે રિક્ષા ડ્રાઈવરની દીકરીને ખરીદી

કેકેઆરની ટીમ આ હરાજીમાં 32.7 કરોડ રૂપિયા સાથે ઉતરશે અને આ ટીમ પાસે 12 જગ્યાઓ ખાલી છે, જેમાં 4 ઓવરસીઝના ખેલાડીઓ હશે. લખનઉ સુપર જાયન્ટ્સમાં હવે છ સ્લોટ ખાલી છે, જેમાં બે વિદેશી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે અને ટીમમાં હવે રુપિયા 13.15 કરોડ છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 8 સ્થાન ખાલી છે, જેમાં 4 વિદેશી ખેલાડીઓ છે. આ ટીમ પાસે હવે 17.75 કરોડ રૂપિયા બચ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે આ વખતે કુલ 8 જગ્યા ખાલી છે, જેમાંથી 2 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે. આ ટીમ પાસે હવે 29.1 કરોડ રૂપિયા બચ્યા છે.

રાજસ્થાન રોયલ્સ આ વખતે 8 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 વિદેશી ખેલાડી હશે અને આ ટીમ પાસે હવે પર્સમાં 14.5 કરોડ રૂપિયા બચ્યા છે. આરસીબીની વાત કરીએ તો આ ટીમ 23.25 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે અને ટીમ પાસે 6 જગ્યા ખાલી છે, જેમાં 3 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે છે. આ હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પાસે પર્સમાં 34 કરોડ રૂપિયા છે. તે 6 સ્થાન ભરવાનો પ્રયત્ન કરશે, જેમાં 3 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ