/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/IPL-2024-player-auction-.jpg)
આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે (BCCI)
IPL Auction 2024 : IPLની આગામી સિઝન માટે મિની હરાજીનું આયોજન 19મી ડિસેમ્બરે દુબઈમાં કરવામાં આવશે. બીસીસીઆઈએ તેનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરી દીધું છે. કુલ 333 ખેલાડીઓની હરાજી હશે. બોર્ડે તમામ ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે. આ 333 ખેલાડીઓમાં તે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પણ સામેલ છે જેઓ ગત સિઝનમાં આ લીગમાંથી ખસી ગયા હતા. આ યાદીમાં પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કનું નામ સામેલ છે.
આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા
પેટ કમિન્સ અને સ્ટાર્ક ઉપરાંત ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ અને જોશ હેઝલવુડના નામ પણ હરાજી થનાર ખેલાડીઓની યાદીમાં સામેલ છે. આ તમામ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથ સિવાય ઓસ્ટ્રેલિયાના આ તમામ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. આ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
રચિન રવિન્દ્રની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા
વર્લ્ડ કપ 2023માં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરનાર ન્યૂઝીલેન્ડનો ઓપનર રચિન રવિન્દ્ર પણ હરાજીમાં ઉપલબ્ધ રહેશે. તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયા છે. રચિન રવિન્દ્રએ તેની કારકિર્દીના પહેલા જ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટૂર્નામેન્ટની 10 ઇનિંગ્સમાં 64.22ની એવરેજથી 578 રન બનાવ્યા. રચિને વર્લ્ડ કપમાં 3 સદી અને 2 અડધી ફટકારી હતી.
આ પણ વાંચો - આઈપીએલ હરાજી 2024માં 333 ખેલાડીઓની લાગશે બોલી, જાણો કઈ ટીમમાં કેટલા સ્થાન ખાલી
23 ખેલાડીઓની બેઝ 2 કરોડ રૂપિયા
તમને જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે જે 333 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે તેમાંથી કુલ 23 ખેલાડીઓ એવા હશે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હશે. આમાં ભારતના શાર્દુલ ઠાકુરનો પણ સમાવેશ થાય છે. આ સિવાય હરાજીની યાદીમાં એવા 13 ખેલાડીઓ છે જેમની મૂળ કિંમત 1.5 કરોડ રૂપિયા છે. 333 ખેલાડીઓમાંથી 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે. કુલ કેપ્ડ ખેલાડીઓ 116 છે અને અનકેપ્ડ ખેલાડીઓ 215 છે.
હરાજીમાં 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ
હેરી બ્રુક, ટ્રેવિસ હેડ, રિલે રૂસો, સ્ટીવ સ્મિથ, ગેરાલ્ડ કોએત્ઝી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર, ક્રિસ વોક્સ, જોશ ઈંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, જોશ હેઝલવુડ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ વિન્સ, આદિલ રહેમાન, મુજીબ ઉર રહેમાન, ઉમેશ યાદવ, મિશેલ સ્ટાર્ક, મુસ્તાફિઝુર રહીમ, ડેવિડ વિલી, બેન ડકેટ, સીન એબોટ, જેમી ઓવરટોન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us