IPL Prize Money : આઈપીએલ 2024માં ચેમ્પિયન ટીમ થશે માલામાલ, મળશે આટલા રૂપિયા

IPL Prize Money : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચેમ્પિયન બની છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને કેટલા રૂપિયા મળશે

Written by Ashish Goyal
Updated : May 27, 2024 00:15 IST
IPL Prize Money : આઈપીએલ 2024માં ચેમ્પિયન ટીમ થશે માલામાલ, મળશે આટલા રૂપિયા
IPL Prize Money : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચેમ્પિયન બની છે (તસવીર - કેકેઆર ટ્વિટર)

IPL Prize Money : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચેમ્પિયન બની છે. કોલકાતાએ ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય મેળવ્યો હતો. ચેમ્પિયન બનનાર ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. રનર્સ અપની સાથે સાથે ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમને પણ ઘણા પૈસા મળ્યા છે. ચાલો તમને જણાવીએ કે આ સિઝનના ચેમ્પિયન, રનર્સઅપ તેમજ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમને ઇનામી રકમ તરીકે કેટલી રકમ મળશે. સાથે જ એ પણ જણાવી છીએ કે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને કેટલા રૂપિયા મળશે.

વિજેતા ટીમને મળશે 20 કરોડ

આઈપીએલમાં ચેમ્પિયન બનનાર કોલકાતા નાઈટ રાઇડર્સને ઇનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને 13 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ત્રીજા નંબર પર રહી છે અને તેને ઇનામ તરીકે 7 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. જ્યારે ચોથા નંબર પર રહેલી આરસીબીને 6.5 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળશે.

ઓરેન્જ કેપ વિજેતાને મળશે 15 લાખ

આઇપીએલમાં વિજેતા, રનર્સઅપ ટીમોને ઈનામી રકમ આપવામાં આવે છે, આ સિવાય બીજા પણ ઘણા એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ્સમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપનો પણ સમાવેશ થાય છે. ઓરેન્જ કેપ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે અને જે ખેલાડી જીતે છે તેને 10 લાખ રૂપિયા મળે છે. એટલે આ વખતે આ રકમ વિરાટ કોહલીને મળશે. કારણ કે વિરાટે ઓરેન્જ કેપ જીતી છે.

આ પણ વાંચો – આઈપીએલ 2024 ફાઈનલ, કોલકાતા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન

જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે અને આ ટાઇટલ જીતનાર બોલરને પણ ઈનામ તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવશે. આ વખતે આ રકમ પંજાબ કિંગ્સના હર્ષદ પટેલને મળશે. તેણે પર્પલ કેપ જીતી છે. આ સિઝનમાં ઈમર્જિંગ પ્લેયરનો ખિતાબ જીતનારા ખેલાડીને 20 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

આઈપીએલ 2024માં કોને કેટલા રૂપિયા મળશે

  • વિજેતા ટીમ – 20 કરોડ રૂપિયા
  • રનર્સ-અપ – 13 કરોડ રૂપિયા
  • ત્રીજા સ્થાને રહેલી ટીમ – 7 કરોડ રૂપિયા
  • ચોથા સ્થાને રહેલી ટીમ – 6.5 કરોડ રૂપિયા
  • સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – 10 લાખ રૂપિયા
  • સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – 10 લાખ રૂપિયા
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન – 20 લાખ રૂપિયા
  • પાવર પ્લેયર ઓફ ધ સિઝન – 15 લાખ રૂપિયા
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન – 15 લાખ રૂપિયા
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર – 10 લાખ રૂપિયા
  • ગેમ ચેન્જર ઓફ ધ સિઝન – 10 લાખ રૂપિયા
  • સિઝનનો બેસ્ટ કેચ – 10 લાખ રૂપિયા
  • મોસ્ટ ફોર – 10 લાખ રૂપિયા
  • મોસ્ટ સિક્સર – 10 લાખ રૂપિયા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ