PBKS vs RCB Head To Head Records : આઈપીએલમાં બેંગલોર વિ. પંજાબ મુકાબલો, કઇ ટીમનો છે દબદબો

PBKS vs RCB Head To Head Records : રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનમાં 11 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે પંજાબ કિંગ્સનો 11 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે

PBKS vs RCB Head To Head Records : રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનમાં 11 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે પંજાબ કિંગ્સનો 11 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
PBKS vs RCB Head To Head Records, PBKS vs RCB, IPL 2024

IPL 2024, RCB vs PBKS : આઈપીએલ 2024ની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback RCB vs PBKS : આઈપીએલ 2024ની 58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 9 મે ના રોજ સાંજે 7.30 કલાકે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોરે આ સિઝનમાં 11 મેચમાંથી 4 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે પંજાબ કિંગ્સનો 11 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે. આઈપીએલમાં બેંગલોર અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે પંજાબની સ્થિતિ થોડી સારી છે.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં આરસીબી અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 17 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં આરસીબીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે આરસીબીએ ચાર વિકેટે વિજય મેળવ્યો હતો.

આ પણ વાંચો - આઈપીએલ 2024, હૈદરાબાદે 166 રનનો પડકાર 9.4 ઓવરમાં જ મેળવી લીધો

હોમગ્રાઉન્ડમાં આરસીબી અને પંજાબ કિંગ્સનો રેકોર્ડ

બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં આરસીબીનો વિજય થયો છે અને 5 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. પંજાબના હોમગ્રાઉન્ડ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચો રમાઇ છે. જેમાં 3 મેચમાં પંજાબનો અને 5 મેચમાં આરસીબીનો વિજય થયો છે.

Advertisment

તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં આરસીબીનો 3 મેચમાં અને પંજાબ કિંગ્સનો 9 મેચમાં વિજય થયો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પંજાબ કિંગ IPL Virat Kohli સ્પોર્ટ્સ