આઈપીએલ 2024 : રાજસ્થાન રોયલ્સની આવી હોઇ શકે છે સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન, જાણો શું છે ટીમની તાકાત અને નબળાઇ

IPL 2024 : રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં એટલે કે 2008માં ચેમ્પિયન બની હતી. આ પછી તે એકપણ વખત ટાઇટલ જીતવા સફળ રહી નથી.

IPL 2024 : રાજસ્થાન રોયલ્સની ટીમ આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં એટલે કે 2008માં ચેમ્પિયન બની હતી. આ પછી તે એકપણ વખત ટાઇટલ જીતવા સફળ રહી નથી.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rajasthan royals, ipl 2024

રાજસ્થાનની સૌથી મોટી તાકાત આ ટીમની બેટિંગ છે (તસવીર - રાજસ્થાન રોયલ્સ ઇન્સ્ટા)

IPL 2024: રાજસ્થાન રોયલ્સને આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં એટલે કે 2008માં પહેલી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. પરંતુ તે પછી છેલ્લી 15 સિઝનમાં ટીમ સતત ટાઇટલ જીતવાની કોશિશ કરી રહી છે, પરંતુ તેને સફળતા મળી રહી નથી. આઇપીએલ 2024માં ફરી એકવાર રાજસ્થાનની ટીમ સંજુ સેમસનની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનવાનો પ્રયત્ન કરશે. પરંતુ આ માટે ટીમ પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવા માટે સૌથી મહત્વની બની રહેશે. આવો જાણીએ કે આ સિઝન માટે રાજસ્થાનની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન કઇ હોઇ શકે છે તેમજ આ ટીમની તાકાત અને નબળાઇ શું છે.

Advertisment

રાજસ્થાન રોયલ્સની તાકાત

રાજસ્થાનની સૌથી મોટી તાકાત આ ટીમની બેટિંગ છે, જેની લાઇનઅપમાં યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રિયાન પરાગ જેવા ખેલાડીઓ સામેલ છે. આ સિવાય આ ટીમની બોલિંગ પણ ખૂબ જ સારી દેખાઈ રહી છે અને બોલરની વાત કરીએ તો આ ટીમમાં આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, એડમ ઝમ્પા, સંદીપ શર્મા, નાંદ્રે્ બર્ગર, કુલદીપ સેન છે.

રાજસ્થાન રોયલ્સની નબળાઈ

આ ટીમની નબળાઈની વાત કરીએ તો સૌથી પહેલા એ વાત સામે આવે છે કે આ ટીમના ખેલાડીઓના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે. આ ટીમનો ટોચનો બેટિંગ ક્રમ ઘણો જ મજબૂત લાગે છે પરંતુ નિયમિત રીતે આ ભૂમિકા ભજવી શકે તેવી ટીમમાં ફિનિશરની કમી જોવા મળે છે.

આ પણ વાંચો - આઈપીએલ 2024 નવી ટેકનોલોજી સાથે રમાશે, સ્માર્ટ રિપ્લે સિસ્ટમનો કરાશે ઉપયોગ

Advertisment

આવી હોઇ શકે છે રાજસ્થાનની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન

આ ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર કરશે અને બંને ઘાતક બેટ્સમેન છે. કેપ્ટન સંજુ સેમસન પોતે ત્રીજા નંબર પર જોવા મળી શકે છે, જ્યારે તાજેતરમાં જ ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનાર ધ્રુવ જુરેલ ચોથા સ્થાને જોવા મળી શકે છે. તે પછી હેટમાયર, પોવેલ અને રિયાન પરાગને સ્થાન મળશે. જ્યારે બોલરોમાં અશ્વિન, બોલ્ટ, આવેશ અને ચહલનો સમાવેશ થઇ શકે છે.

રાજસ્થાન રોયલ્સની સંભવિત શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ : સંદીપ શર્મા, નવદીપ સૈની, કુલદીપ સેન, એડમ ઝામ્પા, નાંદ્રે બર્ગર, ટોમ કોલહર-કેડમોર.

Yashasvi Jaiswal રાજસ્થાન રોયલ્સ IPL સ્પોર્ટ્સ