RR vs MI Head To Head Records : આઈપીએલમાં મુંબઈ વિ. રાજસ્થાન ટક્કર, બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન

RR vs MI Head To Head Records : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સનો 7 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

RR vs MI Head To Head Records : રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સનો 7 મેચમાંથી 3 માં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
MI vs RR head to head, MI vs RR, IPL 2024

આઈપીએલ 2024 માં મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback RR vs MI : આઈપીએલ 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 22 એપ્રિલના રોજ સાંજે 7.30 કલાકે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સ આ સિઝનમાં 7 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 1 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સનો 7 મેચમાંથી 3 માં વિજય થયો છે અને4 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો બન્ને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળે છે.

Advertisment

મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં મુંબઈ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં 29 મુકાબલા થયા છે. જેમાં 15 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 13 મેચમાં રાજસ્થાન રોયલ્સ વિજય થયો છે. એક મેચમાં કોઇ પરિણામ આવ્યું ન હતું. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. જ્યારે રાજસ્થાનનો હાઇએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 90 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ વખત ટકરાયા ત્યારે રાજસ્થાનનો વિજય થયો હતો.

આ પણ વાંચો - સૂર્યકુમાર કે બટલર નહીં , કેન વિલિયમ્સનના મતે આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં બનાવી શકે છે 200 રન

હોમગ્રાઉન્ડમાં મુંબઈ અને રાજસ્થાનનો રેકોર્ડ

મુંબઈના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે મુંબઈ બાજી મારી જાય છે. મુંબઈમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં મુંબઈનો વિજય થયો છે અને 5 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. રાજસ્થાનના હોમગ્રાઉન્ડ સવાઇ માનસિંહ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 7 મેચો રમાઇ છે. જેમાં 2 મેચમાં મુંબઈનો અને 5 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.

Advertisment

હોમગ્રાઉન્ડ સિવાય તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં મુંબઈનો 7 મેચમાં વિજય થયો છે અને રાજસ્થાનનો 3 મેચમાં વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.

રાજસ્થાન રોયલ્સ મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક IPL રોહિત શર્મા સ્પોર્ટ્સ