IPL Flashback RR vs PBKS : આઈપીએલ 2024ની 65મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 15 મે ના રોજ સાંજે 7.30 કલાકે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન આ સિઝનમાં 12 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 4 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ પંજાબ કિંગ્સની ટીમનો 12 મેચમાંથી 4 માં વિજય થયો છે અને 8 મેચમાં પરાજય થયો છે. આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો રાજસ્થાનનું પલડું ભારે જોવા મળે છે. રાજસ્થાને આઈપીએલ 2024માં પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. જ્યારે પંજાબ કિંગ્સ બહાર ફેંકાઇ ગયું છે.
રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 27 મુકાબલા થયા છે. જેમાં 16 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં પંજાબનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 112 રન છે. જ્યારે પંજાબનો હાઇએસ્ટ સ્કોર 223 અને લોએસ્ટ સ્કોર 134 રન છે. 2024ની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં બન્ને ટકરાયા ત્યારે રાજસ્થાનનો 3 વિકેટે વિજય થયો હતો.
આ પણ વાંચો – આઈપીએલ 2024 પ્લેઓફની ટિકિટ કેવી રીતે ખરીદવી, અમદાવાદમાં રમાશે બે મેચ
હોમગ્રાઉન્ડમાં પંજાબ અને રાજસ્થાનનો રેકોર્ડ
રાજસ્થાન રોયલ્સના હોમગ્રાઉન્ડ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ અને ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ મેદાનમાં બન્ને વચ્ચે 7 મુકાબલા થયા છે. જેમાં 5 મેચમાં રાજસ્થાનનો અને 2 મેચમાં પંજાબનો વિજય થયો છે. બીજી તરફ પંજાબના હોમગ્રાઉન્ડ આઈએસ બિદ્રા સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 8 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં રાજસ્થાનનો અને 4 મેચમાં પંજાબનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો પંજાબ અને રાજસ્થાન વચ્ચે 12 મેચ રમાઇ છે. જેમાં 5 મેચમાં પંજાબનો અને 7 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે.





