RCB vs KKR Head To Head Records : આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે ટક્કર, જાણો કેવો છે રેકોર્ડ

RCB vs KKR Head To Head : આરસીબી અને કેકેઆર વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 213 છે અને લોએસ્ટ સ્કોર 49 રન છે

RCB vs KKR Head To Head : આરસીબી અને કેકેઆર વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 213 છે અને લોએસ્ટ સ્કોર 49 રન છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RCB vs KKR Head To Head, RCB vs KKR, IPL 2024

આઈપીએલ 2024ની દશમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો (તસવીર - સોશિયલ મીડિયા)

IPL Flashback RCB vs KKR : આઈપીએલ 2024ની દશમી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 29મી માર્ચના રોજ સાંજે 7.30 કલાકે બેંગલોરમાં રમાશે. આઈપીએલ 2024માં આરસીબી બે મેચ રમ્યું છે અને એક મેચમાં વિજય થયો છે અને એક મેચમાં પરાજય થયો છે. બીજી તરફ કેકેઆર એક મેચ રમ્યું છે અને જીત મેળવી છે. આઈપીએલમાં બેંગલોર અને કોલકાતા વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે તો કોલકાતાનું પલડું ભારે છે.

Advertisment

રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં કેકેઆર અને આરસીબી વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 18 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો વિજય થયો છે. જ્યારે 14 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 222 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 213 છે અને લોએસ્ટ સ્કોર 49 રન છે. છેલ્લી વખત જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે કોલકાતાનો વિજય થયો હતો.

બેંગલોરમાં કેકેઆર અને આરસીબીનો રેકોર્ડ

બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો કોલકાતાનું પલડું ભારે જોવા મળે છે. બેંગલોરમાં કોલકાતા અને બેંગલોર વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં કેકેઆરનો વિજય થયો છે અને 4 મેચમાં આરસીબીનો વિજય થયો છે.

આ પણ વાંચો - 16 બોલમાં અડધી સદી ફટકારનાર અભિષેક શર્માથી યુવરાજ સિંહ નારાજ, કહ્યું – ચપ્પલ તારી રાહ જોઈ રહ્યા છે

Advertisment

કોલતાતાના હોમગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 11 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં કોલકાતાનો અને 4 મેચમાં બેંગલોરનો વિજય થયો છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પિચ કેવી છે?

બેંગલોર સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ અંગે વાત કરીએ તો આ પિચ એકંદરે ફ્લેટ છે. જેથી આ પિચ બેટીંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ફ્લેટ પિચને લીધે અહી મેચ હાઈસ્કોરિંગની બની શકે એમ છે. જોકે પિચ પર નવા બોલથી સીમ મૂવમેન્ટ મળી શકે એમ હોવાથી પેસર્સ માટે શરુઆતમાં વિકેટ મળવાની શક્યતાઓ વધી જાય છે. બાઉન્ડ્રી પણ એકંદરે નાની હોવાથી રન વધુ થવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર કોલકાતા નાઇટ રાઇડર્સ IPL Virat Kohli સ્પોર્ટ્સ