આઈપીએલ 2024 : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ભેટી પડ્યા, જૂના વિવાદને ભૂલાવી દીધો

IPL 2024, RCB vs KKR : વિરાટ કોહલીએ કેકેઆર સામેની આ મેચમાં 59 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 83 રન બનાવ્યા

Written by Ashish Goyal
March 29, 2024 22:32 IST
આઈપીએલ 2024 : વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજાને ભેટી પડ્યા, જૂના વિવાદને ભૂલાવી દીધો
આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ દરમિયાન કોહલી અને ગંભીર એકબીજાને ખૂબ પ્રેમથી મળ્યા હતા (તસવીર - સોશિયલ મીડિયા સ્ક્રીનગ્રેબ)

RCB vs KKR IPL 2024: આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર જૂના વિવાદોને ભૂલીને એકબીજાને ભેટ્યા હતા. કોહલી ટાઇમ આઉટ દરમિયાન કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીર સાથે મુલાકાત કરી હતી. બન્ને એકબીજાને ભેટ્યા હતા અને બન્ને વચ્ચે થોડો સંવાદ પણ થયો હતો.

કોહલી અને ગંભીર ગળે મળ્યા

આરસીબી અને કેકેઆર વચ્ચેની મેચ દરમિયાન કોહલી અને ગંભીર એકબીજાને ખૂબ પ્રેમથી મળ્યા હતા અને એકબીજાને ગળે લગાવ્યા હતા. આ દરમિયાન કોહલી હસી રહ્યો હતો અને તે ગંભીરને કંઈક કહેતો પણ જોવા મળ્યો હતો. આ સીન જોઈને કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું કે ક્રિકેટ માટે આ ખૂબ જ જરૂરી છે. કોહલી અને ગંભીર ટાઈમ આઉટ દરમિયાન સાથે જોવા મળ્યા હતા અને તે દરમિયાન ઘણા ખેલાડીઓ ત્યાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કોહલી અને ગંભીર વચ્ચે ગત વર્ષે આઈપીએલની એક મેચ દરમિયાન વિવાદ થયો હતો. ત્યારથી બન્ને વચ્ચે વચ્ચે સંબંધો ખરાબ થયા હતા. પરંતુ આ મેચમાં જે જોવા મળ્યું તે જોતા લાગે છે કે બન્નેએ જૂના વિવાદને ભુલાવી દીધા છે.

આ પણ વાંચો – આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે ટક્કર, જાણો કેવો છે રેકોર્ડ

કોહલીએ રોહિત અને ધવનના રેકોર્ડની કરી બરાબરી

વિરાટ કોહલીએ આ મેચમાં 59 બોલમાં 4 ફોર અને 4 સિક્સરની મદદથી અણનમ 83 રન બનાવ્યા હતા. આ સાથે જ કોહલીએ રોહિત શર્મા અને શિખર ધવનની બરાબરી કરી હતી. આઈપીએલમાં કેકેઆર સામે કોહલીએ 7મો 50 પ્લસ સ્કોર બનાવ્યો હતો. હવે તે આ લીગમાં કેકેઆર સામે સૌથી વધુ 50 પ્લસ ઇનિંગ્સ રમવાના મામલે રોહિત અને ધવનની બરાબરી પર આવી ગયો છે. રોહિત અને ધવન પણ કેકેઆર સામે આ લીગમાં 7-7 વખત 50 પ્લસ ઇનિંગ્સ રમી ચૂક્યા છે. આ મામલે ડેવિડ વોર્નર અને સુરેશ રૈના સંયુક્ત રીતે નંબર વન પર છે.

ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી અને ટીમનો સ્કોર 20 ઓવરમાં 5 વિકેટે 182 રન સુધી પહોંચાડી દીધો. કોહલીએ આ મેચમાં મેદાન પર આવતાની સાથે જ આક્રમક શૈલી બતાવવાનું શરૂ કરી દીધું હતું અને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ કોહલીએ આ મેચમાં રમાયેલી પોતાની ઈનિંગના આધારે રોહિત શર્મા અને શિખર ધવનના આ રેકોર્ડની બરાબરી કરી હતી.

આઈપીએલમાં કેકેઆર સામે હાઈએસ્ટ 50+ સ્કોર

8 – ડેવિડ વોર્નર8 – સુરેશ રૈના7 – વિરાટ કોહલી7 – રોહિત શર્મા7- શિખર ધવન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ