RCB vs PBKS Head To Head Records : આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે 32 મેચો રમાઇ છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ

RCB vs PBKS Head To Head Records: આઈપીએલમાં બેંગલોર અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે પંજાબની સ્થિતિ થોડી સારી છે

Written by Ashish Goyal
Updated : March 25, 2024 23:42 IST
RCB vs PBKS Head To Head Records : આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચે 32 મેચો રમાઇ છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ
RCB vs PBKS Head To Head Records: આઈપીએલ 2024ની છઠ્ઠી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો (તસવીર - બીસીસીઆઈ)

IPL Flashback RCB vs PBKS : આઈપીએલ 2024ની છઠ્ઠી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થયો હતો. બન્ને ટીમ આ સિઝનમાં પ્રથમ વખત ટકરાઇ હતી. વિરાટ કોહલીની અડધી સદી (77) અને દિનેશ કાર્તિક (28), મહિપાલ લોમરોરની (17) આક્રમક બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આરસીબીએ આઈપીએલ 2024માં પ્રથમ જીત નોંધાવી છે. જ્યારે પંજાબનો પ્રથમ પરાજય થયો છે. આઈપીએલમાં બેંગલોર અને પંજાબ વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે પંજાબની સ્થિતિ થોડી સારી છે.

આરસીબી અને પંજાબ કિંગ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં આરસીબી અને પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં 32 મુકાબલા થયા છે. જેમાં 17 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં આરસીબીનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં પંજાબનો હાઈએસ્ટ સ્કોર 232 અને લોએસ્ટ સ્કોર 88 રન છે. જ્યારે આરસીબીનો હાઇએસ્ટ સ્કોર 226 અને લોએસ્ટ સ્કોર 84 રન છે. છેલ્લે જ્યારે બન્ને ટકરાયા હતા ત્યારે આરસીબીનો વિજય થયો હતો.

બેંગલોરમાં આરસીબી અને પંજાબ કિંગ્સનો રેકોર્ડ

બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે તો લગભગ સરખો જ જોવા મળે છે. બેંગલોરમાં આરસીબી અને પંજાબ વચ્ચે 12 મેચો રમાઇ છે. જેમાં 7 મેચમાં આરસીબીનો વિજય થયો છે અને 5 મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો છે. આ પહેલા બેંગલોરમાં બન્ને 2019માં ટકરાયા હતા અને અને આરસીબીનો વિજય થયો હતો.

આ પણ વાંચો – આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે 5 મુકાબલા થયા છે, જાણો બન્નેનો કેવો છે રેકોર્ડ

આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, રજત પાટીદાર, ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લમરોર, સુયશ પ્રભુદેસાઈ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ સિરાજ, કાર્તિક.

પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન, અર્શદીપ સિંહ, શિખર ધવન (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ઋષિ ધવન, સેમ કુરન, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, રાહુલ ચહર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ