આઈપીએલ 2024 રેકોર્ડ્સ : રોહિત શર્માએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બુમરાહે પણ મેળવી ખાસ સિદ્ધિ

IPL 2024 Stats : રોહિત શર્મા હવે આઈપીએલમાં સૌથી વધુ વખત 49ના સ્કોર પર આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે

Written by Ashish Goyal
April 08, 2024 15:52 IST
આઈપીએલ 2024 રેકોર્ડ્સ : રોહિત શર્માએ તોડ્યો ધોનીનો રેકોર્ડ, બુમરાહે પણ મેળવી ખાસ સિદ્ધિ
IPL 2024 Records : આઈપીએલ 2024 રેકોર્ડ્સ (તસવીર- આઈપીએલ)

IPL 2024 Records : મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે આક્રમક બેટિંગ કરતા 27 બોલમાં 3 સિક્સર અને 6 ફોર સાથે 49 રન બનાવ્યા હતા. આ ત્રણ છગ્ગાની મદદથી રોહિત શર્મા હવે આઇપીએલમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે એમએસ ધોનીને પાછળ રાખી દીધો છે. રોહિત શર્માએ તેની ઇનિંગ્સમાં કુલ 9 બાઉન્ડ્રી (ફોર અને સિક્સર બંને સહિત) ફટકારી હતી. આ સાથે જ તે ટી -20 ક્રિકેટ ઇતિહાસમાં 1500 કે તેથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ આઈપીએલ 2024માં રેકોર્ડ્સ બન્યો છે.

રોહિત શર્માએ એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્માએ દિલ્હી સામેની પોતાની ઈનિંગ્સ દરમિયાન 3 સિક્સર ફટકારી હતી અને આઈપીએલમાં ભારતીય બેટ્સમેન તરીકે કોઈ એક ટીમ સામે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો હતો. રોહિત શર્માએ દિલ્હી સામે અત્યાર સુધીમાં કુલ 49 સિક્સર ફટકારી છે, જે આ લીગમાં કોઈ પણ એક ટીમ સામે ભારતીય બેટ્સમેન તરીકેની સૌથી વધુ સિક્સર છે. આ પહેલા ધોનીએ આરસીબી સામે કુલ 46 સિક્સર ફટકારી હતી, પરંતુ હવે તે આ લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે.

આઈપીએલમાં એક ટીમ સામે સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીય બેટ્સમેનો

  • 49 સિક્સર – રોહિત શર્મા વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
  • 46 સિક્સર – એમએસ ધોની વિરુદ્ધ આરસીબી
  • 38 સિક્સર – રોહિત શર્મા વિરુદ્ધ કેકેઆર
  • 38 સિક્સર – વિરાટ કોહલી વિરુદ્ધ સીએસકે
  • 38 સિક્સર – એમએસ ધોની વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

રોહિત શર્માએ ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં 1500 બાઉન્ડ્રી પૂરી કરી

રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સ સામેની પોતાની ઈનિંગ્સ દરમિયાન કુલ 9 બાઉન્ડ્રી (3 સિક્સર અને 6 ફોર) ફટકારી હતી. આ સાથે તે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી 1500 બાઉન્ડ્રી ફટકારનારો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. ટી-20 ક્રિકેટમાં રોહિતના નામે હવે કુલ 1508 બાઉન્ડ્રી છે, જ્યારે વિરાટ કોહલી 1486 બાઉન્ડ્રી સાથે બીજા નંબર પર છે.

આ પણ વાંચો – કોણ છે અંગક્રિષ રઘુવંશી, દિલ્હી સામે આક્રમક અડધી સદી ફટકારી આવ્યો છે ચર્ચામાં

ટી-20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારો ભારતીય બેટ્સમેન

  • રોહિત શર્મા – 1508
  • વિરાટ કોહલી – 1486
  • શિખર ધવન – 1337

બુમરાહની 150 વિકેટ

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઇપીએલમાં 150 વિકેટ પુરી કરી લીધી છે. દિલ્હી કેપિટલ્સ સામે બુમરાહે 4 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ ઝડપી હતી. અભિષેક પોરેલ બુમરાહનો 150મો શિકાર બન્યો હતો. બુમરાહે 124 ઇનિંગ્સમાં 150 વિકેટ ઝડપી હતી. સૌથી ઝડપી 150 વિકેટ લેવાના મામલામાં તે ત્રીજા નંબર પર છે.

આ મામલામાં સૌથી ઉપર લસિથ મલિંગા છે જેણે 105 ઇનિંગ્સમાં 150 વિકેટ ઝડપી હતી. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલે 118 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. બુમરાહે ડ્વેન બ્રાવો અને ભુવનેશ્વર કુમારથી પાછળ રાખી દીધા છે. બ્રાવોએ 137 અને ભુવનેશ્વરે 138 ઇનિંગ્સમાં 150 વિકેટ પુરી કરી હતી.

રોહિત શર્મા 49 રન પર સૌથી વધુ વખત આઉટ થનાર બેટ્સમેન બન્યો

દિલ્હી કેપિટલ્સ સામે રોહિત શર્માએ 49 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને તે માત્ર એક રન માટે અડધી સદી ચૂકી ગયો હતો. રોહિત શર્મા હવે આઈપીએલમાં સૌથી વધુ વખત 49ના સ્કોર પર આઉટ થનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા આઇપીએલમાં ત્રીજી વખત 49 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી હતી. આ લીગમાં ડેવિડ વોર્નર, ક્રિસ ગેલ, સંજુ સેમસન, ક્રિસ લિન અને બ્રેન્ડન મેક્કુલમ 49ના સ્કોર પર 2-2 વખત આઉટ થયા હતા. રોહિત શર્માએ આ પાંચ લેજન્ડનો રેકોર્ડ તોડ્યો હતો.

આઈપીએલમાં સૌથી વધુ વખત 49 રને આઉટ થયેલા બેટ્સમેન

  • 3 – રોહિત શર્મા
  • 2 – ડેવિડ વોર્નર
  • 2 – ક્રિસ ગેલ
  • 2 – સંજુ સેમસન
  • 2 – ક્રિસ લિન
  • 2 – બ્રેન્ડન મેક્કુલમ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ