/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/IPL-2024-Final.jpg)
આઈપીએલ ટ્રોફી સાથે શાહરુખ ખાન, સુનીલ નારાયણ અને ગૌતમ ગંભીર (તસવીર - કેકેઆર ટ્વિટર)
IPL 2024 Final Updates in Gujarati : આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું છે. કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. આ પહેલા 2012 અને 2014માં ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. આઈપીએલ 2024માં સૌથી વધારે રન, સૌથી વધારે વિકેટ, સૌથી વધારે ફોર સહિત એવા ખાસ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
આઈપીએલ 2024માં કૂલ 2174 ફોર જોવા મળી છે. જ્યારે 1260 સિક્સર જોવા મળી છે. સૌથી વધારે સિક્સરની વાત કરવામાં સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ ફટકારી છે. તેણે કુલ 42 સિક્સરો ફટકારી છે.
આઈપીએલ 2024 રેકોર્ડ
| સૌથી વધારે રન | વિરાટ કોહલી (આરસીબી) | 741 રન |
| સૌથી વધારે વિકેટ | હર્ષલ પટેલ (પંજાબ) | 24 વિકેટ |
| હાઈએસ્ટ ટીમ સ્કોર | સનરાઈઝર્સ હૈદરાબાદ | 287/3 |
| રનની દ્રષ્ટીએ સૌથી મોટો વિજય | કોલકાતા નાઈટ રાઇડર્સ | 106 રન |
| સૌથી વધારે વ્યક્તિગત સ્કોર | માર્કસ સ્ટોઇનિસ (એલએસજી) | અણનમ 124 રન |
| સૌથી વધારે સદી | જોશ બટલર (રાજસ્થાન) | 2 સદી |
| સૌથી વધારે 50 પ્લસ સ્કોર | વિરાટ કોહલી | 6 |
| સૌથી વધારે ડક (શૂન્ય) | ગ્લેન મેક્સવેલ | 4 |
| સૌથી વધારે સિક્સર | અભિષેક શર્મા | 42 સિક્સ |
| સૌથી વધારે ફોર | ટ્રેવિસ હેડ | 64 ફોર |
| એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સર | વિલ જેક્સ | 10 સિક્સ |
| ફાસ્ટેસ્ટ અડધી સદી | જેક ફ્રેશર મેકગર્ક | 15 બોલ |
| ફાસ્ટેસ્ટ સદી | ટ્રેવિસ હેડ | 39 બોલમાં |
| બેસ્ટ બોલિંગ પ્રદર્શન | સંદીપ શર્મા | 18 રનમાં 5 વિકેટ |
| સૌથી વધારે ખર્ચાળ બોલર | મોહિત શર્મા | 73 રન |
| સૌથી વધારે કેચ | કેએલ રાહુલ | 14 |
| સૌથી મોટી ભાગીદારી | શુભમન ગિલ અને સાઇ સુદર્શન | 210 રન |
આ પણ વાંચો - આઈપીએલ 2024માં ચેમ્પિયન ટીમ થશે માલામાલ, મળશે આટલા રૂપિયા
ફાઈનલમાં હૈદરાબાદે સૌથી ઓછો સ્કોર બનાવ્યો
હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમ બની હતી. આ પહેલા રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. તેણે 2013ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us